આ કોણ પહોંચ્યું Navyaના શો પર? મર્દાનગીને લઈને કહી દીધી આ વાત…

Amitabh Bachchanની દોહિત્રી Navya Naveli Nanda પોતાના પોડકાસ્ટ શોને કારણે વ્હોટ ધ હેલ નવ્યાની સેકન્ડ સિઝનના એપિસોડ આવી રહ્યા છે. અત્યાર સુધી રીલિઝ કરવામાં આવેલા એપિસોડમાં નવ્યાની નાની જયા બચ્ચન અને મમ્મી શ્વેતા બચ્ચન આવ્યા હતા અને ત્રણેય જણે ખૂબ જ ધમાલ મસ્તી કરી હતી. હવે પોડકાસ્ટના બીજા એપિસોડનો પ્રોમો રીલિઝ કરવામાં આવ્યો છે. આ એપિસોડમાં નવ્યાનો ભાઈ અગસ્ત્ય નંદા જોવા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવ્યા અને અગસ્ત્ય બંને ખૂબ જ સારો બોન્ડ શેર કરે છે અને બંનેને અવારનવાર સાથે મસ્તી મજાક કરતી પણ જોવા મળે છે. હવે અગસ્ત્ય મોટી બહેન નવ્યાના પોડકાસ્ટમાં જોવા મળશે અને બંને જણ ઘણા બધા મુદ્દાઓ પર એક સાથે વાત કરતાં જોવા મળશે.
આ એપિસોડમાં હંમેશાની જેમ જ નવ્યાની સાથે તેની નાની જયા બચ્ચન અને મમ્મી શ્વેતા બચ્ચન જોવા મળી હતી અને આ એપિસોડમાં સ્પેશિયલ ગેસ્ટ અગસ્ત્ય નંદા છે. અગસ્ત્યએ પોતાના સ્કીનકેર રૂટિન વિશે પણ વાત કરી હતી. શોના પ્રોમોમાં અગસ્ત્ય કહે છે કે તમને તમારી મેસ્ક્યુલીન અને ફેમિનિન સાઈડ બંનેને સ્વીકારવી પડે છે. શ્વેતા અગસ્ત્યની આ વાત પર આશ્ચર્ય દર્શાવે છે અને કહે છે કે મને નહોતી ખબર કે તું આટલો સમજદાર છે.
નવ્યાએ જણાવ્યું હતું કે અગસ્ત્ય બ્યુટી બ્રાન્ડ્સની વસ્તુઓ સૌથી વધારે ઉપયોગમાં લે છે તો એની સામે વાંધો ઉઠાવતા એક્ટરે જણાવ્યું હતું કે એવું નથી. હું ફેસ વોશ, ફેસ ક્રીમ અને સનસ્ક્રીન જ યુઝ કરું છું.
શોના રિલીઝ કરવામાં આવેલા પ્રોમો પરથી જ જાહેર થાય છે કે નવ્યા, જયા બચ્ચન અને શ્વેતા બચ્ચનની સાથે અગસ્ત્ય નંદા ખૂબ જ મોજ-મસ્તી અને આનંદ કરવાનો છે. અગસ્ત્યનું એવું કહેવું છે કે મારા પરિવારની આ ત્રણેય મહિલાઓ એક જેવી જ છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અગસ્ત્ય નંદાએ ખુશી કપૂર, સુહાના ખાનની સાથે ફિલ્મ આર્ચીઝથી ડેબ્યુ કર્યું હતું અને ટૂંક સમયમાં જ તે શ્રીરામ રાઘવનની ફિલ્મ ઈક્કીસમાં જોવા મળશે.