મનોરંજન

જાન્યુઆરીમાં કઇ કઇ ફિલ્મો/વેબસિરીઝ OTT-થિયેટરોમાં મચાવશે ધમાલ? જાણી લો..

વર્ષ 2023 બોલીવુડને નામ રહ્યું. અનેક બોલીવુડ અભિનેતાઓએ બેક ટુ બેક બ્લોકબસ્ટર આપીને સાબિત કરી દીધું કે શા માટે OTTના જમાનામાં પણ ફિલ્મો જોવા માટે થિયેટરો સુધી લાંબા થવું જરૂરી છે. જોકે 2023 એ તો હવે વિદાય લઇ લીધી છે અને 2024 શરૂ થઇ ગયું છે, ત્યારે જાન્યુઆરી 2024માં કઇ કઇ ફિલ્મો અને વેબસિરીઝ દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે? આવો જાણીએ…

ફાઇટર: સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં હૃતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં કરણ સિંહ ગ્રોવર, અક્ષય ઓબેરોય અને સંજીદા શેખ પણ છે. Marflix પિક્ચર્સ સાથે મળીને Viacom18 સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, Fighter માં, હૃતિક સ્ક્વોડ્રન લીડર શમશેર પઠાનિયા ઉર્ફે પૅટી તરીકે, દીપિકા સ્ક્વોડ્રન લીડર મીનલ રાઠોડ ઉર્ફે મિન્ની તરીકે અને અનિલ ગ્રુપ કેપ્ટન રાકેશ જય સિંહ ઉર્ફે રોકી તરીકે દેશ માટે લડી રહ્યા છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે.

મેરી ક્રિસમસ: વિજય સેતુપતિ અને કેટરીના કૈફ આ ફિલ્મમાં એકબીજાને ક્રિસમસ વિશ કરવા ઉપરાંત પણ ઘણું બધું કરતા જોવા મળશે. 12 જાન્યુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે. મેરી ક્રિસમસનું શૂટિંગ હિન્દી અને તમિલ એમ 2 ભાષાઓમાં કરવામાં આવ્યું છે, શ્રીરામ રાઘવને તેનું દિગ્દર્શન કર્યું છે. હિન્દી સંસ્કરણમાં સહ કલાકારો સંજય કપૂર, વિનય પાઠક, પ્રતિમા કન્નન અને ટીનુ આનંદ છે. તમિલ સંસ્કરણમાં રાધિકા સરથકુમાર, ષણમુગરાજા, કેવિન જય બાબુ અને રાજેશ વિલિયમ્સ સમાન ભૂમિકામાં છે. અશ્વિની કાલસેકર અને રાધિકા આપ્ટે કેમિયોમાં જોવા મળશે.

મેં અટલ હૂં: દેશના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારિત આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા પંકજ ત્રિપાઠી અટલજીની ભૂમિકા ભજવી રહ્યા છે. 19 જાન્યુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થશે..

KALKI 2898 AD- સૌથી પહેલા તો એ જણાવી દઇએ કે આ ફિલ્મમાં પ્રભાસ અને દિપીકા પાદુકોણની જોડી જોવા મળશે. અને કમલ હાસન તથા અમિતાભ બચ્ચન જોવા મળશે. લોકોને થિયેટર સુધી ખેંચી લાવવા માટે કદાચ આટલી વાતો પૂરતી છે. આ ફિલ્મની મૂળ કથા વિશે તો ખાસ કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી પરંતુ ભગવાન વિષ્ણુના કલ્કિ અવતાર અને તેના પૌરાણિક કનેક્શનના કોન્સેપ્ટ પર ફિલ્મ બનાવવામાં આવી છે. એટલે કે આ ફિલ્મ માયથોલોજીકલ સાયન્સ ફિક્શન થીમ ધરાવે છે.

હવે જોઇએ કઇ કઇ વેબસિરીઝ OTT પર મચાવશે ધમાલ..
ઇન્ડિયન પોલીસ ફોર્સ: આ વેબ સિરીઝ દ્વારા પહેલીવાર રોહિત શેટ્ટી દિગ્દર્શક તરીકે OTT ડેબ્યુ કરી રહ્યા છે. સાત એપિસોડની આ એક્શન થ્રિલર વેબ સિરીઝની વાર્તા ભારતીય પોલીસ અધિકારીઓની આસપાસ ફરશે. એમેઝોન પ્રાઇમ વીડિયો પર આવી રહેલી આ વેબ સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

કિલર સૂપ: મનોજ બાજપેયી અને કોંકણા સેન શર્માની ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝ ‘કિલર સૂપ’ 11 જાન્યુઆરીએ સ્ક્રીન પર આવશે. અભિષેક ચૌબે દ્વારા નિર્દેશિત આ વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થશે.
કર્મા કોલિંગ: રવિના ટંડન આ સિરીઝમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિરીઝમાં ગ્લેમર, છેતરપિંડી અને વિશ્વાસઘાતની સમૃદ્ધ દુનિયા બતાવવામાં આવી છે. 26 જાન્યુઆરીએ રિલીઝ થનારી આ વેબ સિરીઝનું નિર્દેશન રુચિ નારાયણ દ્વારા કરવામાં આવ્યું છે.

ધ લેજેન્ડ ઑફ હનુમાન 3- ‘ધ લિજેન્ડ ઓફ હનુમાન’ની ત્રીજી સીઝન 12 જાન્યુઆરીએ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. તમને જણાવી દઈએ કે, આ વેબ સિરીઝમાં શરદ કેલકરે રાવણના પાત્રને પોતાનો અવાજ આપ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button