આ ક્યાં દર્શન કરવા પહોંચી Sara Ali Khan?
બોલીવુડના છોટે નવાબની લાડકવાયી અને બી ટાઉનની ચુલબુલી એક્ટ્રેસ સારા અલી ખાન સતત કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહે છે હવે ફરી એક વખત સારા લાઈમલાઈટમાં આવી છે. મુસ્લિમ હોવા છતાં સારા અન્ય ધર્મોમાં પણ ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે અને તે અવારનવાર મંદિરો અને શિવાલયોની મુલાકાત લેતી જ હોય છે. 22મી જાન્યુઆરીના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ઐતિહાસિક કાર્યક્રમમાં અનેક બોલીવુડના સ્ટાર્સે હાજરી આપી. જોકે, બી ટાઉનના ત્રણેય ખાન પરિવારમાંથી એક પણ ખાનને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું નહોતું અને સારા અલી ખાનને પણ પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ આપવામાં આવ્યું નહોતું પણ એ જ દિવસે સારા અલી ખાન ભોલેબાબાના દરબાર પહોંચી હતી. જ્યાં તેણે ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી.
જોકે, આ પહેલી વખત નથી કે સારા અલી ખાન આ રીતે મંદિરમાં દર્શન કરવા પહોંચી હોય. આ પહેલાં પણ ઘણી વખત તે મંદિરોમાં દર્શન કરતી નજરે પડે છે. આ વખતે તે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી ગઈ હતી. જ્યાં તેણે મહાદેવના દર્શન કર્યા અને નંદીજીના કાનોમાં પણ પોતાની વિશ વ્યક્ત કરી હતી. સારાના વીડિયો અને ફોટો ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. મહાદેવ માટે તેની આ અનન્ય ભક્તિએ લોકોનું દિલ જીતી લીધું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના ઓરંગાબાદથી 20 કિલોમીટરના અંતરે આવેલા વેરુલ ગામમાં બનેલા ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં સારા અલી ખાને ભોલેનાથના દર્શન કર્યા હતા. જોકે આ પહેલી વખત નથી કે જ્યારે સારાએ મંદિરમાં દર્શન કર્યા હોય. એક્ટ્રેસ ભોલેબાબાની પરમ ભક્ત છે અને તે ભગવાન શંકરના મંદિરોમાં ઘણીવખત જાય છે. બાબા ભોલેનાથના દર્શનના ફોટો શેર કરતા સારાએ લખ્યુ, જય ભોલેનાથ.
સારાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ચાહકોને સારાની મહાદેવમાં ભક્તિ પસંદ આવી. તેમણે એક્ટ્રેસના વખાણ કરતા તેને સલાહ આપી કે તેણે પોતાના નામમાંથી અલી હટાવી દેવુ જોઈએ.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વર્ષ 2023માં એક્ટ્રેસની વિક્કી કૌશલ સાથે ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પસંદ કરવામાં આવી હતી. હવે એક્ટ્રેસ ‘સ્કાય ફોર્સ’માં કામ કરતી જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે.