મનોરંજન

Tiger-3 આખરે ક્યારે રિલીઝ થશે OTT Platform પર? આવી ગઈ મહત્ત્વની માહિતી…

ગયા વર્ષે નવેમ્બર મહિનામાં બજરંગી ભાઈજાન અને કેટરિના કૈફ ફરી એક વખત ટાઈગર અને ઝોયા બનીને દર્શકોની મુલાકાતે આવ્યા હતા. ફિલ્મ ટાઈગર-3માં સલમાન અને કેટરિનાની જોડીને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. એક્શનથી ભરપૂર આ ફિલ્મને લઈને હવે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. જી હા, મોટી સ્ક્રીન બાદ હવે દર્શકોને આ ફિલ્મ મોબાઈલના ટચૂકડાં પડદે પણ જોવા મળશે.

છેલ્લાં કેટલાક સમયથી નવો ચિલો જોવા મળી રહ્યો છે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયા બાદ તેના ઓટીટી પ્લેટફોર્મ પર પણ રિલીઝ કરવામાં આવે છે. દર્શકો લાંબા સમયથી ટાઈગર થ્રી ફિલ્મ OTT પર ક્યારે રિલીઝ થશે એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હત અને હવે આ ફિલ્મની OTT રિલીઝને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે.

ટાઇગર-થ્રીના OTTના રાઈટ્સ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો દ્વારા હસ્તગત કરવામાં આવ્યા હતા. હવે પ્રાઇમ વિડિયોએ સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટર શેર કરીને રિલીઝને લઈને અપડેટ આપી છે. આ ફિલ્મ ઓટીટીમાં ક્યારે ટકરાશે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.

હવે તે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે નિર્માતા ક્યારે રિલીઝ ડેટ જાહેર કરે છે. સલમાન-કેટરિના ઉપરાંત આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી પણ મુખ્ય વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો અને દર્શકોને તેનો અવતાર પણ ખૂબ જ પસંદ પડ્યો હતો. આ સિવાય શાહરૂખ ખાન પણ ફિલ્મનો એક ભાગ છે, જેણે પઠાણ તરીકેનો કેમિયો રોલ કર્યો છે.

ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે ભારતમાં 282.79 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ડોમેસ્ટિક અને ઓવરસીઝ બોક્સ ઓફિસ સહિત ફિલ્મની કુલ કમાણી 464 કરોડ રૂપિયા હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing