જ્યારે સંજય લીલા ભણસાલીને કારણે આખા મુંબઈમાં લગ્નની તારીખો ઠેલાઈ આગળ…

બોલીવૂડના જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી પોતાની ફિલ્મો માટે જીવ તોડ મહેનત કરે છે અઅને તેમની ફિલ્મો સ્ક્રીન પર એટલી ગ્રાન્ડ અને શાનદાર લાગે છે કે કદાચ જ કોઈ બીજું ફિલ્મ મેકર તેને રિ-ક્રિયેટ કરી શકે છે. પરંતુ શું તમને ખબર છે કે આ સંજય લીલા ભણસાલીને કારણે જ મુંબઈમાં એક સમયે લગ્નો પોસ્ટપોન્ડ થઈ ગયા હતા. જી હા, ચાલો તમને જણાવીએ આ પાછળની સ્ટોરી-
જી હા, સંજય લીલા ભણસાલીએ એક ફિલ્મના શૂટિંગ સમયે મુંબઈના તમામ જનરેટર તેમના સેટ પર જમા કરવામાં આવ્યા હતા અને એને કારણે જ મુંબઈમાં લગ્નો પોસ્ટપોન્ડ થઈ ગયા હતા. આ ફિલ્મ હતી દેવદાસ. દેવદાસ ફિલ્મમાં ભણસાલીએ જેવા સેટ અને લાઈટિંગનો ઉપયોગ કર્યો હતો તે એ સમય સુધી કોઈએ નહોતો કર્યો. ફિલ્મમાં શાહરુખ ખાન, માધુરી દિક્ષિત, ઐશ્વર્યા રાયનું કામ તો શાનદાર હતું પણ તેની એક એક પળ ખૂબ જ લાજવાબ હતી.
આ પણ વાંચો: …તો હીરામંડીમાં આ તારીકાઓ હોત…સંજય લીલા ભણસાલીની ઈચ્છા આટલા વર્ષે પૂરી થઈ
ફિલ્મના સિનેમેટોગ્રાફરે ખુદ આ કિસ્સાનો ઉલ્લેખ એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભણસાલીએ તેમને ફિલ્મમાં કોઈ વસ્તુ સાથે સમાધાન કરવાની મનાઈ કરી હતી. એટલું જ નહીં પણ ભણસાલીએ તેમને ફિલ્મનું શૂટિંગ એકદમ આરામથી અને કોઈ પણ ઉતાવળ વિના કરવાનું જણાવ્યું હતું.
સિનેમેટોગ્રાફરે પોતાના ઈન્ટરવ્યુમાં આગળ જણાવ્યું હતું કે ફિલ્મના સેટ એટલા ભવ્ય હશે એનો મને ખ્યાલ નહોતો અને શૂટિંગમાં થયેલા વિલંબનું સૌથી મોટું કારણ લાઈટિંગનું સેટઅપ હતું. પારોનું ઘર કાંચનું હતું એટલે ત્યાં એવી લાઈટિંગ જોઈએ. આટલા મોટા સેટ પર લાઈટિંગ કરવા માટે સમય પણ જોઈએ. આવું જ કંઈક ચંદ્રમુખી સાથે પણ હતું. આખો સેટ કિલોમીટર લાંબો હતો અને જ્યારે મારી ટીમ અને મેં પહેલી વખત સેટ જોયું ત્યારે અમને લાગ્યું કે અહીં તો કેવી રીતે શૂટિંગ કરી શકાશે.
આ પણ વાંચો: ટીવીના આ સુપરહિટ હીરોએ સંજય લીલા ભણશાલીની ફિલ્મ માટે 9 મહિના રાહ જોઇ, અંતે…..
એક વખત ફિલ્મના સેટિંગના લાઈટિંગને કારણે મુંબઈમાં લગ્નો રોકાઈ ગયા હતા કે પોસ્ટપોન્ડ કરવામાં આવ્યા હતા, કારણ કે ત્યારે મુંબઈના તમામ લાઈટ જનરેટર ફિલ્મના સેટ પર હતા. એ સેટ જ એટલા વિશાળ હતા કે ત્યાં લાઈટિંગ કરવા માટે જનરેટરની જરૂર પડતી હતી…