જ્યારે સલમાન ખાને મને આપી દીધી હતી વોર્નિંગઃ પ્રીતિ ઝિન્ટાએ કેમ શેર કરી જૂની યાદો?
મુંબઈઃ એક સમયે લોકોના દિલો પર રાજ કરતી બોલીવુડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિંટા ભલે હાલ ફિલ્મોમાં જોવા મળતી નથી, પણ તે કોઈને કોઈ રીતે પોતાના ચાહકોની સાથે કનેક્ટ રહે છે. તેઓ સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તેમ જ અવાર-નવાર પોતાના ફેન્સ સાથે કંઈના કઈ શેર કરતી જ રહે છે. ત્યારે હાલ અભિનેત્રીએ સોશ્યિલ મીડિયા પર વર્ષો જૂની તસવીર શેર કરીને એક મજાનો કિસ્સો શેર કર્યો હતો.
ખરેખર સોશ્યિલ મીડિયા પર સલમાન ખાનની પેટ ડોગ ‘માઈસન’ સાથે પ્રીતિએ એક ફોટો શેર કર્યો છે. આ ફોટો ગોવાના એક બીચ પર એક્ટ્રેસ માઈસનને પકડી સમુદ્ર કિનારે દોડી રહી છે અને ખૂબ જ ખુશ જોવા મળી છે. આ ફોટો શેર કરતા પ્રીતિએ કેપ્શનમાં લખ્યું હતું કે વન ઓફ માય ફેવરિટ ફોટોઝ અને મી.
આ ફોટો ગોવામાં લેવામાં આવ્યો હતો. ‘માઈસને’ કોઈને પણ મારા નજીક આવવા દીધા નહોતા. મને લાગ્યું કે મે એને વોક પર લઈ જાઈશ પણ આ કઈ બીજું જ થઈ ગયું. સલમાન ખાને મને વોર્નિંગ પણ આપી હતી કે માઈસન મને પુરો બીચ ફરાવશે. પણ મને ખૂબ મજા આવી હતી. હું ખુશ છું કે મારો આ ફોટો ક્લિક કરવામાં આવ્યો.
હવે પ્રીતિ ઝિન્ટાના વર્ક-ફ્રન્ટની વાત કરીએ તો અત્યારે તો પોતાની નવી ફિલ્મોમાં કમ-બેકને લઈ ચર્ચામાં છે. એક્ટ્રેસ ખૂબ જ નજીકના દિવસોમાં સની દેઓલની ફિલ્મ લાહોર 1947માં નજરે પડશે. ફેન્સ આ સુંદર જોડીને ફરી મોટા પરદા પર જોવા ઉત્સાહી છે.
બીજી ખાસ વાત એ છે કે ફિલ્મને આમિર ખાન પ્રોડ્યુસ કરી રહ્યા છે અને રાજકુમાર સંતોષી ડાયરેક્ટ કરશે. આ સાથે જ આ ત્રિપુટી પહેલી વખત કોઈ ફિલ્મને લઈ સાથે આવી છે. ત્યારે ફિલ્મને લઈ ઘણી ચર્ચા થઈ રહી છે.