જ્યારે અમિતાભના બર્થ ડે માં રેખા આમંત્રણ વિના દોડી આવી હતી, પછી જે થયું તે…

આજે બોલીવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો 83મો જન્મદિવસ છે. તેમનો જન્મદિવસ માત્ર પરિવાર નહીં પણ ફેન્સ પણ એટલા જ ઉત્સાહથી ઉજવે છે. ભલે બોલીવૂડને ઘણા સારા અભિનેતા મળ્યા છે, પરંતુ બચ્ચન સાહેબનું સ્થાન કોઈ લઈ શક્યું નથી. મિડ 70માં શરૂ થયેલી અમિતાભની ફિલ્મસફર 2025માં પણ એટલી જ ખુશ્નુમા છે. એંગ્રી યંગમેન તરીકે ઓળખાતા બચ્ચનની ફિલ્મો સાથે તેમની પર્સનલ લાઈફ પણ એટલી જ ચર્ચામાં આવી છે.
તેમણે ફિલ્મ મેળવવા કરેલો સંઘર્ષ ત્યારબાદ સુપરસ્ટાર બન્યા, એક સમયે ફરી જમીન પર પટકાયા, રાજકારણીઓ સાથેનો ઘરોબો, ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી સાથેના સંબંધો વગેરે પર ઘણીવાર ઘણું લખાયું-બોલાયું છે. આવી જ રીતે તેમની લવ લાઈફ પણ હંમેશાં ચર્ચામાં આવી છે.

જયા ભાદુડી સાથેના તેના સંબંધો અને લગ્ન પછી અને પહેલા તેમની લવ લાઈફ વધારે ચર્ચામાં આવી છે. જેમાં સૌથી વધારે બે હીરોઈનો સાથેનો તેમનો સંબંધ વારંવાર છાપે ચડ્યો છે. એક તો પરવીન બાબી અને બીજી રેખા. પરવીન બાબી સાથેના સંબંધો તો કડવાશ અને વિવાદાસ્પદ રહ્યા, પણ રેખા સાથેના સંબંધો રોમાન્ટિકલી વધારે બહાર આવ્યા.
આજે તેમના સંબંધોને એક એવો જ કિસ્સો તમને જણાવીશું જે લગભગ ઓછો પ્રકાશમાં આવ્યો છે. આ વાત છે વર્ષ 2002ની. 11મી ઑક્ટોબર 2002ના રોજ બચ્ચનસાહેબની બર્થ ડે પાર્ટી જૂહુની હોટેલમાં અરેન્જ કરવામાં આવી હતી. થોડા ફ્રેન્ડ્સ અને ફેમિલીને ઈન્વાઈટ કર્યા હતા.
આ સમયે તેમના માતા તેજી બચ્ચન પણ હાજર હતા. પણ અચાનકથી એક વ્યક્તિની એન્ટ્રી થઈ અને માહોલમાં ગરમાયો. આ એન્ટ્રી બીજા કોઈ નહીં પણ અભિનેત્રી રેખાની હતી. નવાઈની વાત તો એ હતી કે રેખાને કોઈ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, પણ પ્રેમમાં પાગલ રેખા પહોંચી ગઈ પાર્ટીમાં. હવે આવી વાત પાપારાઝી અને મીડિયાથી છુપી રહે નહીં.
આથી કેમેરામેન આવી ગયા રેખાને કેપ્ચર કરવા. એકસાથે કેમેરામેન ધસી આવતા રેખા ગભરાઈ અને હોટેલરૂમમાં બાથરૂમમાં ભરાઈ ગઈ. પોતે બચ્ચનની પાર્ટીમાં આવી છે તે મીડિયાને જાણ ન થાય તે માટે રેખા લાંબો સમય બાથરૂમમાં જ રહી અને પછી બહાર આવી. જોકે આ ઘટનાએ બચ્ચન પરિવારને ટેન્શનમાં મૂકી દીધો હતો. હવે ઘરે જઈને જયાએ બચ્ચનનો બર્થ ડે કઈ રીતે ઉજવ્યો હશે તે તો બચ્ચન જ જાણે.
આ પણ વાંચો…બર્થડે પર Amitabh Bachchanને કોણે આપી કરોડોની ગિફ્ટ?