મનોરંજન

જ્યારે બિગ બીએ વહુ ઐશ્વર્યાની લિપસ્ટિક માટે આપવું પડ્યું હતું Clarification

હાલમાં બચ્ચન પરિવાર એકદમ લાઈમલાઈટમાં છે અને હાલમાં તેમનું લાઈમલાઈટમાં આવવાનું કારણ છે પરિવારમાં ચાલી રહેલો ખટરાગ… પણ શું તમને ખબર છે કે આ એ જ બચ્ચન’સ છે કે જેઓ બહારના લોકો જ્યારે તેમના ફેમિલી મેમ્બર પર અટેક કરતાં હતા ત્યારે તેના સમર્થનમાં આવતા હતા?

જી હા, એક સમય એવો પણ હતો કે જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચન તેના લિપસ્ટિકને કારણે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી ત્યારે સસાર અમિતાભ બચ્ચન પોતાની વહુરાણીના સમર્થનમાં આવ્યા હતા અને તેમણે એક ઈન્ટરવ્યુમાં ખુલીને ઐશ્વર્યાનું સમર્થન કર્યું હતું. ચાલો જોઈએ શું છે આખો મામલો…

વાત જાણે એમ છે કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા પહોંચેલી ઐશ્વર્યા રાય પોતાના લૂકને કારણે અને એમાં પણ ખાસ કરીને લિપસ્ટિકને કારણે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી. એશબેબી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પર્પલ કલરની લિપસ્ટિક લગાવીને પહોંચી હતી અને એ સમયે ટ્રોલર્સે તેને ખૂબ ટ્રોલ કરી હતી. પરંતુ એ સમયે બિગ બી ખુદ વહુના સમર્થનમાં આવ્યા હતા.

તેમણે એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પર્પલ કલરની લિપસ્ટિક લગાવવામાં શું ખોટું છે? સોશિયલ મીડિયા અભિવ્યક્તિની આઝાદી આપે છે અને આ બધું સોશિયલ મીડિયા પર જ ચાલે છે. એક બે દિવસ ચાલશે આ બધું ફરી બીજું નવો ટોપિક મળશે અને લોકો ભૂલી જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાય દિવસથી લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જલસા એ જલસામાં નથી અને બચ્ચન પરિવારના મતભેદ સતત વધતા જ જઈ રહ્યા છે. આખો પરિવાર હવે પોતાની વહુને ઈગ્નોર કરી રહ્યો છે અને તેનાથી એક ડિસ્ટન્સ મેઈન્ટેઈન કરીને ચાલવાનું પસંદ કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button