રેખાને જોઈ બચ્ચન એવા તો ભાગ્યા કે શબાના આઝમીને બર્થ ડે વિશ પણ ન કર્યું…
મનોરંજન

રેખાને જોઈ બચ્ચન એવા તો ભાગ્યા કે શબાના આઝમીને બર્થ ડે વિશ પણ ન કર્યું…

અમિતાભ બચ્ચન અને રેખાએ લગભગ ડઝન જેટલી ફિલ્મો સાથે કરી હશે. મુકદ્દર કા સિકંદર, મિ. નટવરલાલ, નમકહરામ, દો અન્જાને જેવી ફિલ્મોમાં તેમની જોડી જામી હતી અને લોકોએ ખૂબ પસંદ કરી. લગભગ 70ના દાયકાના અંતમાં બન્ને સ્ટાર બની ગયા હતા. દરમિયાન અમિતાભે જયા બચ્ચન સાથે લગ્ન કરી લીધા હતા, પરંતુ રેખા સાથે કામ કરતા કરતા નીકટતા વધી ગઈ હોવાની ભારે ચર્ચા હતી અને બન્ને એકબીજાના પ્રેમમાં હોવાનું જગજાહેર થઈ ગયું હતું.

જોકે આ સમયગાળામાં બચ્ચન અને જયાનું લગ્નજીવન તકલીફમાં આવી ગયું હોવાનું પણ ચર્ચાતું હતું. આ બધા વચ્ચે યશ ચોપરાએ ભારે કરી અને અમિતાભ, જયા અને રેખાને લઈ ફિલ્મ સિલસિલા બનાવી, જે તેમના લવ ટ્રાયેંગલ આસપાસ ફરતી હતી. જોકે સિલસિલા પછી બન્નેએ સાથે કામ કર્યું નથી, પંરતુ તેમના સંબંધના ચર્ચા આજે પણ એટલા જ થાય છે. રેખાએ ક્યારેક વાતવાતમાં બચ્ચન પ્રત્યેના પ્રેમનો ઈઝહાર કર્યો છે, પરંતુ બચ્ચન ક્યારેય બોલ્યા નથી.

આ બધા વચ્ચે એક કિસ્સો બહાર આવ્યો છે. આ કિસ્સો એ વ્યક્તિએ શેર કર્યો છે જે બચ્ચન પરિવાર સાથે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે. રાજકારણી અમર સિંહનો બચ્ચન પરિવાર સાથે ઘરોબો હતો. રેખા ધ અનટોલ્ડ સ્ટોરીમાં યાસિર ઉસ્માન સાથે વાત કરતા તેમણે આ કિસ્સો કહ્યો હતો.

તેઓ અમિતાભ અને જયા સાથે શબાના આઝામીની બર્થ ડે પાર્ટીમાં ગયા હતા. વેન્યુ પર પહોંચ્યા ત્યારે બચ્ચને ડ્રાયવરને કહ્યું કે તું બહાર જઈને કંઈ ખાવું પીવું હોય તો ખાઈ આવ, અમને સમય લાગશે. આથી ડ્રાયવર ગાડી લઈ ચાલ્યો ગયો. જોકે જેવા તેઓ શબાનાના ઘરે પહોંચ્યા કે તરત જ ત્યાં બચ્ચને રેખાને જોઈ. રેખાને જોયા બાદ તેમને શું થયું કે તેઓ ત્યાંથી ભાગ્યા.

તેમણે શબાનાને વિશ કરવાનું પણ જરૂરી ન સમજયું. બહાર જોયું તો ડ્રાયવર ન હતો, તેથી બચ્ચન ટેક્સીમાં ભાગ્યા હતા, તેમ પણ અમરસિંહે કહ્યું હતું. આ વાત યાદ કરતા તેમણે કહ્યું કે જો બન્ને વચ્ચે સંબંધ ન હોય તો બચ્ચને આ રીતે જવું ન જોઈએ. તેણે શબાનાને વિશ કરવાની પણ તસ્દી ન લીધી.

અમરિસંહે આ સાથે એમ પણ કહ્યું કે હેમા માલિનીએ પણ તેમના સંબંધો વિશે એકવાર મારી સાથે વાત કરી હતી. હેમાએ કહ્યું હતું કે રેખા બહુ ડિસ્ટર્બ છે તમે અમિતાભ સાથે સારો સંબંધ ધરાવો છો, તો તમે તેને સમજાવો. જોકે અમરિસંહે આ મામલે વધારે કોઈ સાથે વાત કરવાનું યોગ્ય સમજ્યું ન હતું.

આ પણ વાંચો…જ્યારે અમિતાભના બર્થ ડે માં રેખા આમંત્રણ વિના દોડી આવી હતી, પછી જે થયું તે…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button