ઐશ્વર્યા રાયને લગ્ન અંગે સવાલ પૂછ્યો ત્યારે શું હતું રિએક્શન? વીડિયો વાઈરલ
ઐશ્વર્યા રાય બચ્ચન પરિવાર અત્યારે વ્યક્તિગત લાઈફને લઈ ચર્ચામાં છે. ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનની સાથે બધું બરાબર નથી અને મીડિયા પણ તેની દરેક બાબત પણ નજર રાખી રહ્યું છે, ત્યારે તાજેતરમાં ઐશ્વર્યા રાયનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ‘બધુ ખતમ થઇ….’ અભિષેક-ઐશ્વર્યાના ડિવોર્સની અફવા વચ્ચે બીગ બીની ક્રિપ્ટીક પોસ્ટ થઇ વાઇરલ
આ વીડિયોમાં ઐશ્વર્યાને તેના લગ્ન વિશે સવાલ કરવામાં આવ્યો હતો, ત્યારે ઐશ્વર્યાનો ચહેરો જવાબ આપ્યા પહેલા એકદમ શરમાઈ ગઈ હતી. ઐશ્વર્યાના ગોરા ચહેરા સાથે શરમાયેલા ચહેરો લાલ ટામેટા જેવો ચળકતો હતો. લગભગ 21 વર્ષ જૂનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ અવનવી પ્રતિક્રિયા આપી હતી.
આ પણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે દેખાયા? શું છે વાઈરલ વીડિયોની હકીકત…
ઐશ્વર્યા રાયે ફિલ્મોમાં આવ્યા પહેલા મોડલિંગ અને પછી મિસ વર્લ્ડ બની હતી. એના પછી ફિલ્મી દુનિયામાં એન્ટ્ર્રી કરી હતી. આજે પણ લાખો ચાહકોના દિલમાં ઐશ્વર્યા રાય રાજ કરે છે. આજે તો ઐશ્વર્યાની આખી દુનિયા બદલાઈ ગઈ છે અને એક દીકરી પણ છે. ઐશ્વર્યા રાયે 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા અને નવેમ્બર 2011માં દીકરીને જન્મ આપ્યો હતો.
એક વખતે ઐશ્વર્યા રાયને લગ્ન અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે એક સામાન્ય છોકરીના માફક શરમાઈ ગઈ હતી અને એ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. એ વખતે ઐશ્વર્યા 21 વર્ષની હતી વીડિયોમાં ઐશ્વર્યા રાય પિંક સાડીમાં જોવા મળે છે, જ્યારે વિવિધ સવાલોનો જવાબ આપે છે, જ્યારે લગ્નના સવાલમાં ખૂદ ઐશ્વર્યા શરમાઈ ગઈ હતી. રિપોર્ટરે પૂછ્યું હતું કે લગ્ન ક્યારે કરીશ તો શરમના મારે ઐશ્વર્યા લાલ થઈ ગઈ હતી અને હસવાનું રોકી શકી નહોતી. ઐશ્વર્યાએ કહ્યું હતું કે હા, લગ્ન કરીશ અને યોગ્ય વ્યક્તિ સાથે અને એ પણ યોગ્ય સમયે કરીશ. આગળ હસતા હસતા ઐશ્વર્યા રાયે કહ્યું હતું કે હું લગ્ન પછી મા બનવાનું સુખ પણ એન્જોય કરવા માગીશ.
આ પણ વાંચો: હેં…ઐશ્વર્યા રાય અને આરાધ્યા અમિતાભના જલસા બંગલોમાં? viral video
આજે ઐશ્વર્યા રાયે લગ્ન કર્યા પછી એક શ્રીમંત પરિવાર સાથે વેલસેટ થયા પછી અનેક કશ્મક્શમાં ઐશ્વર્યા જોવા મળે છે. પરિવાર આખો ચર્ચામાં છે. એવું પણ કહેવાય છે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે બધું બરાબર છે, પરંતુ જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન સાથે મેળ બેસતો નથી. પરિવારે પણ અનેક વખત છૂટાછેડાની અફવાઓનું ખંડન કર્યું છે.