‘બધુ ખતમ થઇ….’ અભિષેક-ઐશ્વર્યાના ડિવોર્સની અફવા વચ્ચે બીગ બીની ક્રિપ્ટીક પોસ્ટ થઇ વાઇરલ
અમિતાભ બચ્ચનને બોલિવૂડમાં સૌથી વધુ મહેનતુ અભિનેતા તરીકે ઓળખવામાં આવે છે. 81 વર્ષની ઉંમરે પણ તેઓ કામ કરી રહ્યા છે. હાલમાં જ તેઓ તે કલ્કિ 2898 એડીમાં પ્રભાસ સાથે જોવા મળ્યા હતા. તેઓ કૌન બનેગા કરોડપતિ 16 હોસ્ટ કરતા પણ જોવા મળે છે. હાલમાં તેમના પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રવધુ ઐશ્વર્યા રાયના ડિવોર્સની અફવાને કારણે બચ્ચન પરિવાર ચર્ચામાં છે.
હાલમાં જ અમિતાભ બચ્ચને તેમના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે એક ક્રિપ્ટીક પોસ્ટ શેર કરી છે, જેમાં જીવનની ક્ષણભંગુરતા જણાવવામાં આવી છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. તેમનો આ સંદેશ આપણને વિચારવા માટે મજબૂર કરી રહ્યો છે કે સદીના મેગાસ્ટાર કઈ દિશામાં ઈશારો કરી રહ્યા છે.
અમિતાભ બચ્ચને તેમના વ્લોગ પર લખ્યું છે કે જીવન ખૂબ ટૂંકું અને ક્ષણભંગુર છે. અમિતાભ બચ્ચને લેટેસ્ટ વ્લોગમાં પોતાના બે ફોટા પોસ્ટ કર્યા છે. એક ફોટો એમની એક્ટિંગ કરિયર સમયે લેવામાં આવ્યો છે અને એક ફોટો હાલનો છે. આ ફોટા માટે તેઓ લખે છે કે જ્યારે મેં આયનામાં મારા પ્રતિબિંબને જોયું તો હું હેરાન થઇ ગયો. આ ચહેરો જે હું જોઇ રહ્યો છું એ કેટલાક વર્ષ પહેલા કંઇક અલગ જ હતો. સાથે જ એમણે એમ પણ લખ્યું છે કે મારા બદલતા ચહેરા વચ્ચે પણ મને ફેન્સનો ભરપૂર પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. હું બારી પાસે ઊભો રહીને જયકાર સાંભળું છું અને મનને સાંત્વન આપવાની કોશિશ કરું છું, પણ જીવન અને એટેન્શન અલ્પજીવી છે અને ખતમ થઇ જાય છે. લાઇફ પણ આગળ વધીને મુરઝાઇને છેવટે ખતમ થઇ જાય છે. બસ એક જ સમાનતા છે – બધું જ ખતમ થઇ જાય છે.
આ પણ વાંચો : હેં…ઐશ્વર્યા રાય અને આરાધ્યા અમિતાભના જલસા બંગલોમાં? viral video
બિગ બીની આ પોસ્ટના ફેન્સ હવે અલગ-અલગ અર્થ કાઢી રહ્યા છે. અમિતાભની આ પોસ્ટમાં કઈ દિશામાં ઈશારો કરવામાં આવી રહ્યો છે તે અંગે સૌ કોઈ વિચારી રહ્યા છે. આ સિવાય અમિતાભ બચ્ચને પણ ગણેશ ચતુર્થીના અવસર પર પોતાના વિચારો શેર કર્યા હતા. તેણે લખ્યું, “ગણપતિ તહેવાર શરૂ થઈ ગયો છે. ભગવાન આપણને શાંતિ અને સફળતાના માર્ગે દોરે… અને જીવનના વર્ષો આનંદપૂર્વક જીવવા માટે આશીર્વાદ આપે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અમિતાભ બચ્ચન હાલમાં બ્લોકબસ્ટર ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અમિતાભે ‘અશ્વત્થામા’ની ભૂમિકા ભજવી હતી. તેમની સાથે પ્રભાસ અને દીપિકા પાદૂકોણ પણ હતી. હવે સાઉથના સુપરસ્ટાર રજનીકાંત સાથે બિગ બીની ફિલ્મ આવવાની છે.