શાહિદ કપૂરની કઇ વાતથી ‘બેબો’ હતી પરેશાન? પહેલીવાર આપ્યો ખુલીને જવાબ..
કરીના કપૂર અને શાહિદ કપૂર વચ્ચેના સંબંધો કોઇનાથી અજાણ્યા નથી. બંને સૌથી પહેલા ‘ફિદા’ ફિલ્મમાં એકસાથે દેખાયા હતા. એ પછી પણ તેમણે ઘણી ફિલ્મો સાથે કરી, જેમકે ‘ચુપ ચુપ કે’, ‘જબ વી મેટ’ અને ‘મિલેંગે મિલેંગે’માં જોવા મળ્યો હતો. બંનેની જોડી ચાહકોમાં પણ ઘણી લોકપ્રિય હતી. ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે તેઓ ક્યારે તેમની રિલેશનશીપને લગ્નમાં પરિવર્તિત કરશે. પરંતુ ઓચિંતા જ તેમના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા.
નિરાશાજનક વાત એ છે કે જ્યારે આ બંને કલાકારો રિલેશનશીપમાં હતા ત્યારે તેમણે જેટલી ફિલ્મો એકસાથે કરી, તેમાંથી તેમની કેમેસ્ટ્રીના સૌથી વધુ વખાણ ‘જબ વી મેટ’માં થયા હતા, પરંતુ ‘જબ વી મેટ’ નું શૂટિંગ શરૂ થાય એ પહેલા જ તેમની વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું. જો કે બંને કલાકારો ખૂબ જ પ્રોફેશનલ છે, અને પોતાના તૂટેલા સંબંધોની અસર તેમણે ફિલ્મ પર પણ પડવા નહોતી દીધી. આ ફિલ્મ બોલીવુડ પર સુપરહીટ નીવડી હતી.
થોડા દિવસો પહેલા કરીના કપૂરે એક ઈન્ટરવ્યુમાં શાહિદ કપૂર સાથેના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. તેને પૂછ્યું હતું કે તેણે શાહિદ કપૂર માટે એવું શું કર્યું છે જે મહત્વપૂર્ણ હતું. આ સવાલના જવાબમાં કરીના કપૂરે હસીને જવાબ આપ્યો કે “કંઈ નહીં!” કરીના કપૂરે આ થ્રોબેક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે “અમારા સંબંધો ક્યારેય એવા નહોતા. અમે કદાચ રોમાન્સના તબક્કામાં પહોંચ્યા પણ નહોતા. તે સમયે અમે બંને અમારા કામમાં એટલા વ્યસ્ત હતા કે આ બધી બાબતો પર ધ્યાન આપવું મુશ્કેલ હતું. અમે તે સમયે મિત્રો કરતાં થોડા વધુ હતા.”
આ ઈન્ટરવ્યુમાં કરીના કપૂરે એ પણ જણાવ્યું હતું કે તેને ફિલ્મો જોતી વખતે શાહિદ કપૂર સાથે સમય વિતાવવો ગમતો હતો. બંને ફેમ એડ લેબમાં જઈને મૂવી જોતા અને ક્યારેક રાતના અંધારામાં ફરવા પણ જતા. કરીના કપૂરે કબૂલાત કરી હતી કે તેને સ્પીડ અને ઉંચાઇનો ડર છે, અને આ ડરને કારણે તે બાઇક પર શાહિદની પાછળ બેઠી નહોતી.