Kartik Aryan પાસેથી બોલીવૂડના ટૉપ સ્ટાર્સે શિખવા જેવું
કાર્તિક આર્યન તેની ફિલ્મ ચંદુ ચેમ્પિયનના પ્રમોશનમાં વ્યસ્ત છે. પોતે વજન ઘટાડી ફિલ્મ માટે બનાવેલી બૉડીનો તેણે વીડિયો શરે કર્યો હતો જે વાયરલ થયો. જોકે આ દરમિાયન કાર્તિકે એકે એવું કામ કર્યું છે જે માટે તેની પ્રશંસા કરવી પડે અને અજય દેવગન, અક્ષય કુમાર, શાહરૂખ ખાન જેવા ફિલ્મ સ્ટાર અને ક્રિકેટર્સે તેની પાસેથી પ્રેરણા લેવી જોઈએ. હાલમાં જ મીડિયા સાથેની વાતચીતમાં કાર્તિકે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ વિશે વાત કરી હતી.
થોડા વર્ષો પહેલા કાર્તિક ફેરનેસ ક્રીમની જાહેરાતોમાં જોવા મળ્યો હતો. પરંતુ હવે તેણે ફેરનેસ ક્રીમનો કોન્ટ્રાક્ટ રિન્યુ કર્યો નથી. કાર્તિકે કહ્યું- જો મેં તેને રિન્યુ કર્યું હોત તો તે ખોટું થાત. એટલું જ નહીં અભિનેતાએ પાન મસાલાની જાહેરાત પણ કરવાની ના પાડી દીધી છે.
કાર્તિકે એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે થોડા સમય પહેલા મેં ફેસ ક્રીમની એડ કરી હતી. પણ પછી મેં આ કરવાનું બંધ કરી દીધું. મને લાગ્યું કે હું આની સાથે કનેક્ટ થઈ શકતો નથી. તમને જણાવી દઈએ કે ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી બાદ કાર્તિક આર્યનએ વર્ષ 2018માં ફેરનેસ ક્રીમની જાહેરાત કરી હતી.
આ જ ઈન્ટરવ્યુમાં કાર્તિક આર્યનએ પાન મસાલા એડ વિશે પણ જણાવ્યું હતું. તેણે કહ્યું કે મને ઘણી વખત પાન મસાલાની જાહેરાતો ઓફર કરવામાં આવી છે. ઘણી બ્રાન્ડ્સે મારો સંપર્ક કર્યો, પરંતુ મેં ના પાડી. . હું એવી વસ્તુઓ કરવાનું ટાળવાનો પ્રયત્ન કરું છું જે મને યોગ્ય ન લાગે. આના પર જ્યારે કાર્તિકને પૂછવામાં આવ્યું કે શું અન્ય કલાકારો આવું કરે છે તો કાર્તિકે કહ્યું કે હું તેના વિશે કંઈ કહી શકતો નથી, કારણ કે કદાચ તે તેમને બરાબર લાગતું હશે મને નહીં.
અક્ષય કુમારે અજય દેવગન, શાહરૂખ ખાન, ટાઈગર શ્રોફ, સૈફ અલી ખાન, મહેશ બાબુ, તમામ આવી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. તેની ટીકા પણ થાય છે, પરંતુ તેમને મળતી મોટી ફી સામે લોકોની ટીકાને તેઓ ગણકારતા નથી, તે દુખની વાત છે.
Also Read –