મૃત્યુ પહેલાં Poonam Pandey કયા Surpriseની વાત કરી રહી હતી? મૃત્યુ પર ઉઠી રહ્યા છે સવાલો…
જીવતે જીવ તો Controversy અને Poonam Pandey એકબીજાના પર્યાયવાચી શબ્દો હતા, પણ મૃત્યુ બાદ પણ આ સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યું. અચાનક સાંભળવા મળેલાં પૂનમ પાંડેની નિધનના સમાચાર સાંભળીને લોકોને આઘાત તો લાગ્યો જ છે પણ એની સાથે સાથે કેટલાક સવાલો પણ લોકોને સતાવી રહ્યા છે. આ બધા સવાલો પૂનમ પાંડેના થોડાક દિવસ પહેલાં વાઈરલ થઈ રહેલા ઈન્ટરવ્યૂ બાદ વધારે ઘેરા બની રહ્યા છે.
પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આજે સવારે એક પોસ્ટ શેર કરવામાં આવી હતી અને એમાં તેના નિધનના સમાચાર ફેન્સને આપવામાં આવ્યા છે. આ પોસ્ટ બાદ એક્ટ્રેસના મેનેજર દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પૂનમે તેના હોમટાઉન કાનપૂરમાં અંતિમ શ્વાસ લીધા હતા. જોકે, આ નિવેદન બાદ પણ ઘણા બધા સવાલો ઉપસ્થિત થયા છે કારણ કે પૂનમના પરિવાર તરફથી કે પતિ સેમ તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કે ઓફિશિયલ ઈન્ફોર્મેશન શેર કરવામાં આવી નથી.
આ સિવાય લોકોને એવા સવાલો પણ સતાવી રહ્યા છે કે આખરે એક્ટ્રેસનું નિધન ક્યારે થયું? અચાનક કઈ રીતે કેન્સરથી તેનું મૃત્યુ થઈ ગયું? જો કેન્સરને કારણે તેની હાલત એટલી ગંભીર હતી તો તે બે દિવસ પહેલાં સુધી શૂટિંગ કઈ રીતે કરી રહી હતી? કઈ હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવી હતી, જ્યાં તેણે છેલ્લાં શ્વાસ લીધા હતા? અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં કરવામાં આવશે?
આ બધાની વચ્ચે ઈન્ટરનેટ પર પૂનમ પાંડેનો એક ઈન્ટરવ્યૂ પણ વાઈરલ થઈ રહ્યો છે. આ ઈન્ટરવ્યૂ થોડાક દિવસ પહેલાંનો જ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ ઈન્ટરવ્યૂમાં પૂનમ એવું કહેતી સાંભળવા મળી રહી છે કે તમારી સામે એટલા મોટા સમાચાર આવવાના છે કે તમે સરપ્રાઈઝ થઈ જશો. મને લોકોને સરપ્રાઈઝ આપવાનું ગમે છે. જ્યારે એ લોકો વિચારે છે કે હું સુધરી રહી છું, ત્યારે જ હું લોકોને સરપ્રાઈઝ કરી દઉં છું. મને ગમે છે. હું તમારા લોકોના રિએક્શન જોવા માટે એકદમ એક્સાઈટેડ છું.
આ સવાલો અને ઈન્ટરવ્યૂ બાદ પૂનમનો એક બીજા વીડિયોએ પણ પૂનમના મૃત્યુના સમાચાર સામે સવાલો ઉપસ્થિત કર્યા છે. પૂનમે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ત્રણ દિવસ પહેલાં એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ગોવામાં ચિલ કરતી જોવા મળી રહી હતી.
હવે આ બધું વાંચી અને વિચારીને ખરેખર પૂનમ પાંડેના મૃત્યુનું રહસ્ય વધારેને વધારે ઘેરાતું જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને ફેન્સને કોન્ટ્રોવર્સીની ગંધ આવી રહી છે.