સિંગલ મધર સાથે રહેવાના અનુભવને લઈને Sara Ali Khanએ આ શું કહ્યું?

Sara Ali Khanએ ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. સારા અલી ખાન સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી છે અને તે પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને કારણે અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં એક્ટ્રેસ ચર્ચામાં આવી છે સિંગલ મધર સાથે રહેવા અંગે સ્ટેટમેન્ટ આપ્યું હતું.
હમણાં છેલ્લાં કેટલાક સમયથી તેની ફિલ્મ મર્ડર મુબારકને કારણે ચર્ચામાં છે અને એક્ટ્રેસ આ ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે. 15મી માર્ચના આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.
સારાએ એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં સારાએ એક સિંગલ મધર સાથે રહેવા વિશે પ્રતિક્રિયા આપી હતી અને તેણે તેના જીવનમાં સ્ટ્રોન્ગ વુમનના ઈન્ફ્લ્યુએન્સને લઈને સવાલ પૂછવામાં આવ્યું તો એના જવાબમાં સારાએ કહ્યું હતું કે મને લાગે છે કે સિંગલ મધર સાથે રહેવું એમાં સૌથી મોટો અને મહત્ત્વનો રોલ પ્લે કરે છે. ખૂબ જ નાની ઉંમરમાં મને એ વાતક સમજાઈ ગઈ હતી કોઈ તમારા માટે કંઈ નથી કરવાના.
એવું નથી કે મને મદદ નહોતી મળી. મને મળતી હતી મદદ પણ આખરે તો તમારી જિંદગી તમારે જ ચલાવવાની છે. જો તમે લકી છો અને ભગવાનની મરજી હશે તો એવું થઈ શકે છે, એવું તેણે વધુમાં જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાન અને અમૃતા સિંહ 2004માં અલગ થયા હતા અને એ સમયે સારા 9 વર્ષની હતી. સારાનો એક નાનો ભાઈ છે ઈબ્રાહિમ અલી ખાન.
વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાને કેદારનાથથી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તે સિમ્બા, લવ આજ કલ, કૂલી નંબર 1, અતરંગી રે, ગેસલાઈટ, જરા હટકે જરા બચકે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે અને હાલમાં સારા ફિલ્મ મર્ડર મુબારકમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પંકજ ત્રિપાઠી, કરિશ્મા કપૂર, વિજય વર્મા, ટિસ્કા ચોપ્રા અને સંજય કપૂર જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે.
સારા અલી ખાને મર્ડર મુબારક સિવાય સારા અલી ખાન અય મેરે વતમન, મેટ્રો… ઈન દિનો અને જગનશક્તિની અનટાઈટલ્ડ ફિલ્મમાં પણ જોવા મળશે.