પવનથી અલગ થઈ ત્યારે ભગવાન ક્યાં હતા ? દિલ તોડવું ખરાબ છે…………..કિંજલ દવેને સોશિયલ મીડિયા પર મળી રહી છે કેવી કોમેન્ટ્સ ?

અમદાવાદઃ કિંજલ દવે અને તેના પરિવારને ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા ન્યાત બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ તેણે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને સમાજના કેટલાક આગેવાનો પર પ્રહાર કર્યા હતા. હાલ કિંજલ દવેના સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે.
હિરેન પટેલ નામના યૂઝર્સે કોમેન્ટ કરીને લખ્યું, પવનથી અલગ થઈ ત્યારે ભગવાન ક્યાં હતા દિલ તોડવું ખરાબ છે.

ભરત પ્રજાપતિએ કોમેન્ટ કરીને લખ્યું, તમારી સગાઈ ને લઇને આજ કાલ બહુ ચર્ચા છે. કિંજલબેન માતાજી ખુશ રાખે તમારી જોડી. પણ એક પોસ્ટ એવી પણ ફરે છે કે તમને તમારા સમાજે બહિષ્કાર કર્યો છે બીજી જ્ઞાતિ સાથે સગાઈથી એ સાચી વાત છે?

સંદીપ નાયકે લખ્યું, વહાલી બહેન કિંજલ, સમાજની ચિંતા ના કરશો. હું નાયક સમાજમાંથી છું અને હું પણ બ્રાહ્મણ છું. જ્યારે અલાઉદ્દીન ખીલજીએ પાટણ પર યુદ્ધ કર્યું ત્યારે અમે પટેલની દીકરીની ઈજ્જત બચાવવા તેમને પોતાની દીકરી કહી હતી. અને પટેલની દીકરી સાથે અમારા પૂર્વજો જમ્યા તો પણ અમને સમાજ બહાર કાઢ્યા હતા… ત્યારે પટેલ સમાજે અમને જમીન અને બધું આપ્યું હતું. શું કરવાનું એવા સમાજનું જે કોઈ સમાજની ઈજ્જત માટે આપણો બહિષ્કાર કરે? અરે, હું તો ખાલી એટલું જ કહીશ કે જે માણસે (આગેવાને) એમ કહ્યું ને કે તમને સમાજ બહાર કાઢો, એને હવનમાં બોલાતા માત્ર 5 મંત્રો પણ નહીં આવડતા હોય… અને એવા લોકો સમાજના આગેવાન બનવા નીકળ્યા છે. અરે બહેન, કયા સમાજની દીકરી પોતાના મનથી લગ્ન નથી કરતી? તમને પૂરેપૂરો અધિકાર છે પોતાના જીવનનો નિર્ણય લેવાનો. જો સમાજને વાંધો હોય તો સમાજના આગેવાનને કહો કે પહેલા બીજાના ઘર જોઈ આવે કે જે ઘરની દીકરી કે દીકરાએ બીજા સમાજમાં લગ્ન કર્યા છે. આ નવરા લોકો છે જે તમને ટાર્ગેટ કરે છે. બહેન, તેલ લેવા ગયો એવો સમાજ… તમારી સાથે ઉભા રહેવા માટે બીજા ઘણા સમાજ છે. તમે સાચા છો… હું જ નહીં આખું ગુજરાત તમારી સાથે છે. લગ્નમાં સમાજના કોઈને ના બોલાવતા, એના કરતા મહિપત પરમાર બાપુના ત્યાં જતા રહેજો… બહેન, કંઈ કામ હોય તો કહેજો.
સંજય કણસાગરાએ લખ્યું, ગાંધીજી એ ઉચ્ચ શિક્ષણ માટે દરિયો પાર કર્યો હતો એટલે તેની જ્ઞાતિએ આખા કુટુંબનો બહિષ્કાર કર્યો હતો. એટલે દિવાની સત્તા ભોગવતું કુટુંબ રાજકોટ ખાતે આવી ગયું હતું. અરે માણસ મૃત્યુ પામે પછી દુશ્મન પણ સ્મશાન યાત્રામાં જાય છે. ગાંધીજીના પિતાના અગ્નિ સંસ્કારમાં પણ લોકો નહોતા આવ્યા. ( સત્ય ના પ્રયોગો) પરોક્ષ રીતે જો ઠોકર ખાવ તો મહાત્માનું બિરુદ પણ મળી શકે છે.
ચેતન હરિશંકર જોશીએ કોમેન્ટ કરી છે કે, Congratulations.God bless you. वंदे मातरम। આપણી માતૃભૂમિ મહાદેવની ભૂમિ ,મહાવીરની ભૂમિ, મહાદેવ અને મહાવીરના સંતાનો આપ ખુશ રહો. રત્ન ગુમાવાની પીડા કરતા રત્નને મહાવીરને અર્પિત કરવાનો આનંદ પરમ પિતા મહાદેવને વઘુ હોય એમા કોઇ સંશય નથી.
વિશાલ પનારાએ લખ્યું, હેહેહે આમાં શું, ભગવાન તમને હંમેશા ત્યાં જ લઈ જશે જ્યાં તમારે હોવું જોઈએ. આમાં ક્યાંય ભગવાન ન હોય, ભગવાન પહેલા હતા, જ્યારે પવન હતો. અત્યારે તો આ હોલીવુડ અને બોલીવુડ કહેવાય, મન ફાવે તેમ કરો અને મન ન ફાવે તેમ કરો.
ચિંતન પટેલે લખ્યું, આ પળ ઘણું કહી જાય છે — એક સુકુન, આત્મીયતા અને એવો પ્રેમ જે શાંત, વાસ્તવિક અને સુંદર રીતે સહજ છે.
ઝાલા ગૌતમે કિંજલની પોસ્ટ પર કોમેન્ટ કરીને લખ્યું- એવુ સાંભળવા મળ્યું છે કે તમને નાત બાર મૂકી દીધા છે…. સાચું છે.
સોનાલી ઠક્કર નામની યુઝરે પોસ્ટ કર્યુ કે, મિશન ક્લિનિંગ ઈમેજ.
અલકા ત્રિવેદીએ પોસ્ટ કરીને લખ્યું, ખુબ સુંદર જોડી દીકરી. જ્યાં પણ રહે હંમેશા ખુશ રહેવી જોઈએ. ભગવાનને પણ હંમેશા હસતી દીકરી જ ગમે છે ભગવાન તમને બંનેને ખૂબ ખુશ રાખે એવી પ્રાર્થના.
રમેશ ચૌધરીએ કોમેન્ટ કરીને લખ્યું, ગુજરાતનું ઓરી version.
હાર્દિક ભટ્ટે લખ્યું, કિંજલ દવેને કહો કે જે કર્યું હોય એ સ્વીકારી લેવાનું હોય. તમે પોતે જ બોલીને સ્વીકારી રહ્યા છો કે તમારાથી સાચું સહન નથી થતું, એટલે તમારે બોલીને બીજાને ખોટા સાબિત કરવાની કોશિશ ના કરવી જોઈએ.
આ પણ વાંચો…કિંજલ દવે એક શો માટે લે છે 10 લાખની ફી, લક્ઝુરીયસ કારોની માલિક, કેટલી છે સંપત્તિ ?



