મનોરંજન

કડકડતી ઠંડીમાં આ શું કરી રહ્યો છે સની દેઓલ

નવા વર્ષના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. જૂના વર્ષને બાય બાય કહેવા લોકો અધિરા બન્યા છે. ફિલ્મસ્ટાર્સ, ક્રિકેટર્સ, સામાન્યજન બધા જ સેલિબ્રેશન મૂડમાં જોવા મળી રહ્યા છે. અનેક સ્ટાર્સ દુનિયાના અલગ-અલગ ખૂણામાં રજાઓ માણી રહ્યા છે. ધર્મેન્દ્રનો દેઓલ પરિવાર પણ સેલિબ્રેશનના મૂડમાં છે. દેઓલ પરિવાર હાલમાં વેકેશન માણી રહ્યો છે. જોકે, ઘરના બધા સભ્યો સાથે સેલિબ્રેશન નથી કરી રહ્યા.

હાલમાં જ સની દેઓલ અને કરણ દેઓલે તેમના વેકેશનની એક ઝલક ચાહકો સાથે શેર કરી હતી. તેમની તસવીરોમાં સની દેઓલની પત્ની પણ જોવા મળી રહી છે. આમ તો જોકે, સની દેઓલની પત્ની સોશિયલ મીડિયા પર ભાગ્યે જ જોવા મલતી હોય છે, પણ ફેમિલી વેકેશનમાં તે તેના દીકરા કરણ દેઓલ સાથે જોવા મળી રહી છે. દેઓલ ફેમિલી એક સાથે નહીં, પણ અલગ અલગ વેકેશન મનાવી રહ્યું છે.

સની દેઓલે પોતાના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે. આ તસવીરોમાં અભિનેતા ઠંડીની મઝા લેતો જોવા મળી રહ્યો છે. એક તસવીરમાં સની બોનફાયર (તાપણુ) સામે બેઠેલો જોવા મળી રહ્યો છે. તો અન્ય એક ફોટામાં તે ચાંદની રાતનો આનંદ માણતો જોવા મળી રહ્યો છે. તસવીરમાં તેણે ક્યુટ એવું કેપ્શન પણ આપ્યું છે. તેમણે લખ્યું છે , ‘A sky full of moonlight, bonfire and stars…’ તસવીરો પોસ્ટ કરવા ઉપરાંત એક ડગલું આગળ વધીને અભિનેતાએ પોતાનું લોકેશન પણ શેર કર્યું છે, જેમાં જોઇ શકાય છે કે સની હાલમાં મનાલી- હિમાચલ પ્રદેશમાં છે. આપની જાણ માટે કે સની દેઓલનું મનાલીમાં ફાર્મહાઉસ છે અને તે અવારનવાર અહીં રજાઓ ગાળવા આવે છે. નવા વર્ષને આવકારવા માટે સની દેઓલ પણ હાજર છે.

View this post on Instagram

A post shared by Sunny Deol (@iamsunnydeol)

સની દેઓલ મનાલીમાં મજા ફરમાવી રહ્યા છે તો તેમનો પરિવાર લંડનની ગલીઓમાં મઝા કરી રહ્યો છે. હાલમાં જ સનીના પુત્ર કરણ દેઓલે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છએ, જેમા તેણે ફેન્સને તેના વેકેશનની વિગતો જણાવી છે. સની દેઓલનો મોટો દીકરો તેની પત્ની દ્રિષા આચાર્ય અને માતા સાથે લંડનમાં મોજ કરી રહ્યો છે. લંડનમાં તેઓ ગમી મસ્તી કરી રહ્યા છે. ફોટોમાં તે પત્ની અને માથે અને મોમા ડિઅરેસ્ટ સાથે પેસ્ટ્રી અને કોફીની મજા માણી રહ્યો છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની દેઓલ છેલ્લે ‘ગદર 2’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. ઘણા વર્ષો પછી સની દેઓલે આટલી મોટી ફિલ્મ આપી હતી. હાલમાં સની તેની આગામી ફિલ્મ ‘સફર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ આ ફિલ્મના શૂટિંગનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં સની દેઓલ મુંબઈની સડકો પર નશામાં ફરતો જોવા મળ્યો હતો. બાદમાં સ્પષ્ટ થયું કે આ વીડિયો રિયલ લાઈફનો નથી પરંતુ શૂટિંગનો એક ભાગ હતો. આ સિવાય સની દેઓલ ‘બોર્ડર 2’માં આયુષ્માન ખુરાના સાથે જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button