મનોરંજન

મારા જમાનામાં મને જે પસંદ આવી તે સુંદર બની ગઈઃ જુઓ ‘દસ કા દમ’ શોનો ધર્મેન્દ્રનો જૂનો વીડિયો વાયરલ

મુંબઈઃ હિન્દી સિનેમાના હી-મેન ધર્મેન્દ્ર અને સલમાન ખાન વચ્ચે અદ્ભુત કેમેસ્ટ્રી જોવા મળી છે. ધર્મેન્દ્ર એક વખત સલમાન ખાનના જાણીતા ટીવી રિયાલિટી ક્વિઝ શો ‘દસ કા દમ’માં તેમના પુત્ર બોબી દેઓલ સાથે ગયા હતા. ત્રણેય સ્ટાર્સે સાથે ખૂબ જ મસ્તી કરી હતી. ધર્મેન્દ્ર એક પ્રેમાળ કલાકાર છે અને તેમની સાથે મસ્તીની ઘણી વાતો પણ જાણીતી બની હતી.

આ શોમાં આવી જ એક ઘટના બની હતી. બોબી દેઓલે શોના હોસ્ટ સલમાન ખાન અને તેના પિતા ધર્મેન્દ્રને પૂછ્યું કે તેઓ આજની અને ભૂતકાળની સૌથી સુંદર અભિનેત્રીઓ કોને સુંદર માને છે. સલમાન ખાને સીધો જવાબ આપ્યો હતો, પરંતુ ધર્મેન્દ્રના જવાબે દર્શકોના દિલ જીતી લીધા હતા.

બોબી દેઓલના પ્રશ્નના જવાબમાં સલમાન ખાને ભૂતકાળની સૌથી સુંદર અભિનેત્રીઓમાં મધુબાલાનું નામ આપ્યું હતું, જ્યારે વર્તમાનની સૌથી સુંદર અભિનેત્રીઓમાં કેટરિના કૈફનું નામ આપ્યું. ધર્મેન્દ્રએ પણ મધુબાલાને ભૂતકાળની સૌથી સુંદર અભિનેત્રી ગણાવી હતી.

પરંતુ જ્યારે નવી અભિનેત્રીની વાત આવી ત્યારે અભિનેતાએ કહ્યું હતું કે મારા જમાનામાં મને જે પસંદ આવી તે સુંદર બની ગઈ.” આનાથી સલમાન અને બોબી સહિત શોમાં હાજર દરેક હસવા લાગ્યા હતા. આ એક જૂનો વીડિયો છે અને ત્રણેય સ્ટાર્સ જે મજા કરી હતી તેને કારણે આજે પણ વાયરલ થઈ રહ્યો છે. લોકોએ વીડિયો જોયા પછી ટિપ્પણીઓ પણ કરી છે.

ઘણા યુઝર્સે ધર્મેન્દ્રની પ્રામાણિકતાની પ્રશંસા કરી છે અને તેમની બંને પસંદગીઓને બિરદાવી છે. એક યુઝરે લખ્યું, “પાજી હંમેશાં પોતાના દિલની વાત કરે છે.” બીજા એક યુઝરે લખ્યું, “ધરમ પાજીનો એક સમય હતો અને અભિનેત્રીઓ તેમના પર ફિદા હતી.” આ દરમિયાન, ભાઈજાનના ચાહકો સલમાન ખાનની પસંદગી પર ટિપ્પણી કરી રહ્યા છે.

એક વ્યક્તિએ ટિપ્પણી કરી હતી, “જ્યારે હિરોઈનની વાત આવે છે ત્યારે સલમાનની પસંદગી શ્રેષ્ઠ છે.” બીજાએ ટિપ્પણી કરી હતી કે “સલમાનને ઘણી છોકરીઓ પસંદ આવી છે, પરંતુ તેણે કોઈની સાથે લગ્ન નથી કર્યા.” આ વીડિયોને બે લાખથી વધુ લાઈક્સ મળી છે, જ્યારે અનેક લોકોએ ભળતી જ પ્રતિક્રિયા આપી હતી.

આ પણ વાંચો…10 દિવસ બાદ ધર્મેન્દ્રને કોના કહેવાથી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો? ડોક્ટરે કર્યો ખુલાસો, કહ્યું કે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button