ફિલ્મના શુભ મુહૂર્તમાં આ શું થઇ ગયું સની લિયોનીને……! વાયરલ થયો વીડિયો
બોલિવૂડ અભિનેત્રી સની લિયોની હંમેશા કોઇને કોઇ કારણે ચર્ચામાં રહેતી હોય છે. તેની ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે. બોલિવૂડ ઉપરંતા સાઉથની ફિલ્મોમાં પણ સની લિયોની જોવા મળે છે. સનીને ખતરો કે ખિલાડી કહીએ તો એમાં કંઇ અતિશયોક્તિ નહીં કહેવાય. તમને લાગશે કે એવું તે શું સાહસ કરી નાખ્યું સનીએ કે અમે તેના માટે આમ કહી રહ્યા છીએ તો આપણે એ વિશે જાણીએ.
આ પણ વાંચો: અભિનેત્રી સની લિયોનીએ ઇન્સ્ટાગ્રામ વીડિયો શૅર કરી આપ્યા મોટા સમાચાર
સની હાલમાં સાઉથની ફિલ્મમાં નસીબ અજમાવી રહી છે. સની એક મલયાલમ ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે. આ ફિલ્મના શુભ મુહૂર્તમાં સની પૂજા કરી રહી હતી. ફિલ્મની ટીમ પણ તેની સાથે હતી. સની દીવો પ્રગટાવવા માટે માચીસની દિવાસળી પેટાવે છે અને પછી દીવો પ્રગટાવે છે પરંતુ સની સમયસર માચીસની દિવાસળીને ઓલવી શકતી નથી અને તેના કારણે તેનો હાથ દાઝી જાય છે. સનીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે અને એમાં તેણે હાથ દાઝી જવાની વાત જણાવી છે.
સનીએ પોતાના વીડિયો કેપ્શનમાં લખ્યું છે કે હું મલયાલમ ફિલ્મનો ભાગ બનવા બદલ એટલી ઉત્સાહિત છું કે મેં મારો હાથ બાળી કાઢ્યો. સનીએ હસવાના ઇમોજી પણ ઉમેર્યા હતા. સનીની સાદગી તેના ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો છે. જોકે, મલયાલમ ફિલ્મના નામ કે ફિલ્મમાં પોતાના રોલ વિશે સનીએ કંઇ જણાવ્યું નથી.
આ પણ વાંચો: સોફિયા અંસારીના વીડિયોએ મચાવી ધમાલ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની લિયોન લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. સની છેલ્લે વર્ષ 2023માં કેનેડી નામની ફિલ્મમાં જોવા મળી હતી, પરંતુ આ ફિલ્મ પણ કંઈ ખાસ ઉકાળી શકી નહોતી. હવે એની મલયાલમ ફિલ્મ કેવો દેખાવ કરે છે તે જોઇશું.