મનોરંજન

89 વર્ષીય દિગ્ગજ હીરો ધર્મેન્દ્રને આ શું થઈ ગયું? વીડિયો વાઈરલ થતાં ફેન્સે કહ્યું પ્લીઝ…

બોલીવૂડના હેન્ડસમ હંક ગણાતા હીમેન એટલે કે ધર્મેન્દ્ર હવે 89 વર્ષના થઈ ગઈ ગયા છે અને આ ઉંમરમાં પણ તેઓ સોશિયલ મીડિયા પર અને પર્સનલ લાઈફમાં એક્ટિવ રહેવાનો પ્રયાસ કરે છે. આ ઉંમરમાં પણ તેઓ જો કોઈ ફિલ્મની ઓફર આવે તો તે ઠુકરાવતા નથી અને કામ કરતાં જોવા મળે છે. પરંતુ હવે ઉંમર તો તકાજો કરવાની જ છે અને તે તેમના ચહેરા પર અને હરવા ફરવામાં સ્પષ્ટ દેખાય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે અને આ વીડિયોમાં ધર્મેન્દ્રની હાલત જોઈને તેમના ફેન્સ ચોક્કસ જ ચિંતામાં પડી જશે, આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં ધર્મેન્દ્ર લોકોને હાથ જોડી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ ગાડી સુધી જવા માંગે છે અને કોઈ તેમનો સહારો આપે. ધર્મેન્દ્રએ ખૂબ જ પ્રેમથી લોકોને રિક્વેસ્ટ કરી હતી.

ધર્મેન્દ્ર આ વીડિયોમાં સફેદ રંગના ચશ્મામાં જોવા મળી રહ્યા છે અને તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. 89 વર્ષના ધર્મેન્દ્રના ચહેરાની રંગત હજી એવીને એવી જ છે. વાત કરીએ ધર્મેન્દ્રની તો તેઓ હાલમાં મોટાભાગનો સમય પોતાના ફાર્મ હાઉસ પર જ પસાર કરે છે. ધર્મેન્દ્ર આ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં કારમાં બેઠવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ પેપ્ઝની ભીડને જોતા તેઓ તેમને હાથ જોડીને રિક્વેસ્ટ કરે છે કે મને ગાડીમાં બેસી જવા દો બેટા.



નેટિઝન્સ ધર્મેન્દ્રના આ વીડિયો પર જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે તેઓ વૃદ્ધ થઈ રહ્યા છે, પણ તેમનું દિલ ખૂબ જ બહાદુર હોય છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે પ્લીઝ એમને જગ્યા આપી દો. ધર્મેન્દ્રજીની આંખોની સર્જરી થઈ છે અને તેમ છતાં તેઓ પોતાના મિત્રો સાથે સમય પસાર કરવા આવ્યા છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે એ પેઢી અલગ હતી, સ્ટારડમ, પ્રેસ્ટિજ, પ્રતિસ્પર્ધા અને ઝઘડા થચાં પણ તેઓ જાણતા હતા માણસાઈને કઈ રીતે જીવંત રાખી શકાય. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

ધર્મેન્દ્ર હાલમાં તો લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, પણ તેઓ છેલ્લે ફિલ્મ રોકી ઔર રાની કી લવ સ્ટોરીમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે જયા બચ્ચન, શબાના આઝમી, રણવીર સિંહ અને આલિયા ભટ્ટ જેવા સેલેબ્સ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો….ધર્મેન્દ્ર, અક્ષય કુમાર સાથે કામ કરનાર અભિનેતા આજે જીવી રહ્યો છે આવું જીવન…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button