પોતાના જમાઈને લઈને આ શું બોલી ગયા Shatrughna Sinha? વીડિયો થયો વાઈરલ…
સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakhsi Sinha) હાલમાં પોતાના લગ્નને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં છે. 23મી જૂનના એક્ટ્રેસ મુંબઈમાં પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ (Zahir Iqbal) સાથે લગ્ન કરવા જઈ રહી છે. જોકે, આ બધા વચ્ચે સોનાક્ષી અને સિન્હા પરિવાર વચ્ચે મતભેદ ચાલી રહ્યા હોવાની અફવાઓ પણ ઉડી રહી છે. હવે સોનાક્ષી સિન્હાના પિતા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હા (Bollywood Actor Shatrghna Sinha)એ પોતાના ભાવિ જમાઈ અને લગ્નમાં હાજરી આપવા વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
હાલમાં શત્રુઘ્ન સિન્હાનો જૂનો ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પોતાનો જમાઈ કેવો હશે એની એક છબિ રજૂ કરી હતી. સિમી ગરેવાલના શો સિલેક્ટ્સ ઈન્ડિયાઝ મોસ્ટ ડિઝાયરેબલ કે સાથના જૂના એપિસોડમાં જણાવ્યું હતું કે જમાઈ પાસેથી તેમની શું શું અપેક્ષા છે. દિગ્ગજ અભિનેતાએ જણાવ્યું હતું કે મોકો અને વિકલ્પ મળતાં અમે જમાઈ નહીં પણ એક દીકરો શોધીશું, જે અમારી સાથે રહેશે. હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે સોનાક્ષી હું તને ખૂબ જ પ્રેમ કરું છું. અમે બધા તારી સાથે છીએ અને હું તારા માટે એક સારો પિતા બનીશ.
જ્યારે સોનાક્ષીની માતા પૂનમ સિન્હાએ કહ્યું હતું કે સોનાક્ષી જેની સાથે તું તારી આખી જિંદગી પસાર કરવા માંગે છે એ વ્યક્તિ આવી હોવી જોઈએ કે જે તને એટલો જ પ્રેમ કરે જેટલો તું એને કરે. અત્રે ઉલ્લેખનીય છે તે સોનાક્ષી અને પૂનમ સિન્હા એક સ્પેશિયલ બોન્ડ શેર કરે છે અને સોનાક્ષી પોતાની માતાની દિલની નજીક છે.
વાત કરીએ તો સોનાક્ષી અને ઝહિરના લગ્નની તો જ્યારે શત્રુઘ્નને આ લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે હું પણ હજી આ વિશે વધુ માહિતી મળે એની રાહ જોઈ રહ્યો છું. બીજા એક પ્રસાર માધ્યમ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ચોક્કસ સોનાક્ષીના લગ્નમાં હાજરી આપશે. એટલું જ નહીં પણ દીકરીની ખુશીમાં જ પોતાની ખુશી હોવાની વાત પણ તેમણે કરી હતી.
આજે 20મી જૂનના સોનાક્ષી અને ઝહિરની હલ્દી સેરેમની છે અને આ કાર્યક્રમ સોનાક્ષીના ઘરે યોજાશે. 23મી જૂનના કપલ મુંબઈની જ એક પ્રખ્યાત હોટેલમાં લગ્ન કરશે, એવી માહિતી પણ સામે આવી રહી છે.