મનોરંજન

શું સલમાન ખાનને સિતારે જમીન પર ઓફર થઈ હતી? આમિર ખાન સામે શું બોલ્યો સલમાન?

મુંબઈઃ બોલિવુડના સુપરસ્ટાર આમિર ખાન (Aamir Khan)ની ફિલ્મ સિતારે જમીન પર (Sitaare Zameen Par) આજે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસમાં કેટલી કમાણી કરેશે તે તો આંકડા જાહેર થઈ જ જવાના છે. પરંતુ આ ફિલ્મનું ગઈ કાલે ગુરુવારે સ્ક્રીનિંગ યોજાયું હતું, જેમાં ફિલ્મ ઉદ્યોગના ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો. આ સ્ક્રીનિંગમાં આમિરનો મિત્ર અને અભિનેતા સલમાન ખાન (Salman Khan) પણ હાજર રહ્યો હતો. બંનેએ સાથે મળીને ફિલ્મ જોઈ જ નહીં, પરંતુ પાપારાઝી માટે પોઝ પણ આપ્યા. આ દરમિયાન સલમાને મજાકમાં કહ્યું કે સિતારે ઝમીન પરની સ્ક્રિપ્ટ પહેલા તેમને મળી હતી. પરંતુ મિત્ર આમિર ખાન માટે આ ફિલ્મ છોડી દેવાનું નક્કી કર્યું હતું.

સિતારે ઝમીન પર” ની સ્ક્રિપ્ટ પહેલા મને મળી હતીઃ આમિર

આનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે. જેમાં આમિર ખાન અને સલમાન ખાન એક સાથે ફોટો પડાવી રહ્યાં છે. આ દરમિયાન સલમાન ખાન મજાકમાં કહે છે કે “સિતારે ઝમીન પર” ની સ્ક્રિપ્ટ પહેલા તેમને મળી હતી. તેમને લાગ્યું કે આ એક શાનદાર ફિલ્મ બનવાની છે, તેથી તેઓ આ ફિલ્મ કરવા માટે સંમત થયા. સલમાને કહ્યું કે પાછળથી તેમને આમિર ખાનનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે તેમણે એક સ્ક્રિપ્ટ વાંચી છે જે તેમને ખૂબ જ ગમી. આ પછી, ભાઈજાને ફિલ્મ છોડી દેવાનો નિર્ણય લીધો હતો. જો કે, સલમાને આ વાત મજાકમાં કહી હતી. જેથી તેમાં હકીકત શું છે તે ચોક્કસ કહી શકાય નહી!

એવું ક્યારેય બની શકે કે સલમાન હા પાડે અને હું વચ્ચે આવું?

ફિલ્મની વાત કરતા સલમાન ખાનની વાત સાંભળીને આમિર ખાન હસવા લાગ્યો હતો. આમિર ખાને કહ્યું કે આવું કઈ શક્ય નથી. એવું ક્યારેય બની શકે કે સલમાન ખાન હા પાડે અને હું વચ્ચે આવું? સાંભળીને લોકો ખૂબ જ ખૂશ થઈ ગયા હતા. સલમાન ખાન અને આમિર ખાન એક સાથે અનેક વખત જોવા મળતો હોય છે. જો કે, છેલ્લા ઘણાં સમયથી કોઈ ફિલ્મમાં એક સાથે જોવા મળ્યાં નથી. આમિરની આ ફિલ્મ સિતારે જમીન પર બોક્સ ઓફિસ પર કેવી ધૂમ મચાવે છે તે જોવાનું છે. આ ફિલ્મને ટક્કર આપવા માટે સાઉથની કુબેરા પણ આજે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે.

આ પણ વાંચો…‘સિતારે જમીન પર’ ના બહિષ્કારની માંગ વચ્ચે આમિર ખાનનો દેશ પ્રેમ!, યુઝર્સ કરી રહ્યાં છે ટ્રોલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button