સાસુને જોઈને આ શું કર્યું કેટરિના કૈફે? વીડિયો થયો વાઈરલ…
વિક્કી કૌશલ અને કેટરિના કૈફ બી-ટાઉનના મોસ્ટ ક્યુટ, અડોરેબલ અને લવેબલ કપલ્સમાંથી એક છે. બંનેનું બોન્ડિંગ આમ તો સારું જ હતું, પરંતુ લગ્ન બાદ તો આ બોન્ડિંગ વધારે સારું બની ગયું છે. ટૂંકમાં કહીએ તો આપણી કેટબેબી કૌશલ પરિવારની બેસ્ટ બહુ બનવાના પંથે પ્રયાણ કરી રહી છે. હાલાં જ કેટરિના કૈફે એની સાસુને જોઈને કંઈક એવું કર્યું હતું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું છે આ ઘટના અને એવું તે શું કર્યું
કેટરિના-
વિક્કી કૌશલની ફિલ્મ સેમ બહાદુર ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે અને આ ફિલ્મ આવતીકાલે થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. મુંબઈમાં ફિલ્મનું સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું અને આ સ્ક્રિનિંગમાં વિકી, કેટરિના સહિત બી-ટાઉનના અનેક સેલેબ્સ પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર આનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો વિકીના પરિવારનો છે.
વિકીનો ઉત્સાહ વધારવા માટે તેનો આખો પરિવાર સ્ક્રિનિંગ માટે પહોંચ્યો હતો. દરમિયાન આ ઈવેન્ટ પર કેટરિનાનું સાસુ-સસરા સાથેનું બોન્ડિંગ જોવા મળ્યું હતું. એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ફિલ્મ જોઈને કેટરિના તેના સાસુ-સસરા સાથે બહાર આવી રહી છે અને બહાર ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. આ ભીડ વચ્ચેથી નીકળતી વખતે કેટરિના તેની સાસુને ભીડથી પ્રોટેક્ટ કરતી જોવા મળી રહી છે.
બસ કેટરિનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને લોકો કેટરિનાના વખાણ કરતાં થાકતા નથી. એટલું જ નહીં કેટલાક ઉત્સાહી નેટિઝન્સ તો કેટરિના કૈફને બેસ્ટ વહુનો ખિતાબ પણ આપી દીધો હતો. અન્ય એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે બોલીવૂડની એક માત્ર એક્ટ્રેસ કે જે ફોરેનર છે પણ તેમ છતાં તેના વિશે ક્યારેય કંઈ ખોટું કે ખરાબ નથી સાંભળ્યું. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે નો ડ્રામા ના કોઈ ઓવરએક્ટિંગ…