‘હીમેને’ ‘શોમેન’ને યાદ કરીને આ શું કર્યું?

મુંબઈઃ હિન્દી ફિલ્મોના શોમેન રાજકપૂરની આજે 99મી એનિવર્સરી હતી, ત્યારે હીમેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્રએ રાજકપૂરને યાદ કરીને તેમની સાથેની એક તસવીર શેર કરીને જૂના દિવસોને વાગોળ્યા હતા.

ભારતીય ફિલ્મોના ઈતિહાસમાં રાજ કપૂરને એક મહાન અભિનેતા, ડાયરેક્ટર અને નિર્માતા તરીકે જાણીતા હતા. રાજ કપૂરનો જન્મ 14 ડિસેમ્બર, 1924માં થયો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નિલકમલથી ડેબ્યૂ કરનારા રાજ કપૂરને ફિલ્મી દુનિયાના ગ્રેટેસ્ટ શોમેન તરીકે ઓળખાતા. આજની જન્મજંયતી નિમિત્તે દિવગંત અભિનેતાને દુનિયા આખી યાદ કરી રહી હતી ત્યારે ધર્મેન્દ્રએ યાદ કરીને શોમેનની એનિવર્સરીની ઉજવણી કરી હતી.
ધર્મેન્દ્રએ પોતાના સોશિયલ મીડિયા પર રાજ કપૂરની સાથેની એક બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શેર કરી હતી. બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ કોઈ ઈવેન્ટનો છે. બંને સુપરસ્ટાર એક ફોર્મલ શૂટમાં જોવા મળે છે. બંને એકબીજાની આસપાસ બેઠેલા છે, જ્યારે વાતચીતમાં મશગૂલ છે, જ્યારે રાજકપૂરે ધર્મેન્દ્રનો હાથ પકડી રાખેલો છે.
પોતાના પર્સનલ આલબ્મમાંથી ફોટોગ્રાફ શેર કરતા ધર્મેન્દ્રએ લખ્યું હતું કે જન્મદિવસ મુબારક રાજ સાહેબ, અમે તમને યાદ કરીએ છીએ. તમને હંમેશાં પ્રેમ અને સન્માન સાથે યાદ કરવામાં આવશે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટોગ્રાફને લાખો લોકોએ લાઈક કર્યા છે, જેમાં જેકે શ્રોફ સહિત અન્ય કલાકારોનો સમાવેશ થાય છે. સેંકડો લોકોએ તેના પ્રેમ વરસાવતા શુભેચ્છા આપી હતી.

તમારી જાણ ખાતર જણાવી દઈએ તો 1970માં ધર્મેન્દ્ર અને રાજકપૂર મેરા નામ જોકરમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં દીકરા ઋષિ કપૂરે ડેબ્યૂ કર્યું હતું.