મનોરંજન

PM Modi અંગે શું જણાવ્યું ‘અનુપમા’ ફેમ અભિનેત્રી રુપાલી ગાંગુલીએ?

મુંબઈ: ભારતમાં ટોચની ટીવી સિરિયલ ‘અનુપમા’ ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી ખૂબ જ ચર્ચામાં રહે છે. ટીવી સિરિયલ ‘અનુપમા’માં અનુપમા નામનું પાત્ર ભજવનારી રૂપાલી ગાંગુલી આજે ટીવી સિરિયલની સૌથી પ્રખ્યાત અભિનેત્રી છે.
મૂળ બંગાળી હોવા છતાં ટીવી સિરિયલ ‘અનુપમા’માં એકદમ સરસ ગુજરાતી એક્સેન્ટમાં રૂપાલી ગાંગુલી રોલ પ્લે કરે છે.

તાજેતરમાં નેશનલ ક્રિએટર એવોર્ડ્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે રૂપાલી ગાંગુલીની ભેટ થઈ હતી. આ મુલાકાત બાબતે રૂપાલી ગાંગુલીએ કહ્યું હતું કે મેં સિરિયલમાં અનુપમાનું પાત્ર ભજવવા માટે વડા પ્રધાન મોદી પાસેથી પ્રેરણા લીધી હતી.

આપણ વાંચો: અનુપમા સિરિયલના મશહૂર કલાકારનું કાર્ડિયાક અરેસ્ટથી થયું નિધન

રૂપાલીએ કહ્યું હતું કે જીવનમાં લોકોને જોઈને તેમની પાસેથી વસ્તુ સિખવી જોઈએ. મેં જ્યારે અનુપમાને જોઈ ત્યારે તેને અંગ્રેજી બોલતા ક્યારેય વિચારી નહોતી. મેં અનુપમાને ગુજરાતી એક્સેન્ટમાં હિન્દીમાં વાત કરવાની કલ્પના કરી હતી. હું મારા પાત્રને ગુજરાતી બનાવવા માગતી હતી. મેં ઘણી બાબત આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી શીખી છે.

જ્યારે પીએમ મોદીની સ્પીચ તમે સાંભળો છો તો તેઓ હિન્દીમાં ઘણા એવા શબ્દો કહે છે જેમાં ગુજરાતી એક્સેન્ટ આવે છે અને તેઓ આવી એક્સેન્ટમાં હિન્દી બોલવામાં કદીયે શરમાતા નથી. જે રીતે પીએમ તેમની દરેક બાબતથી જોડાયા છે તે બાબત મેં અનુપમા માટે શીખી હતી. આ સાથે હું મારા ગુજરાતી પાડોશીના ઘરે જઈને જમતી હતી અને તેમની પાસેથી પણ મેં ગુજરાતી એક્સેન્ટમાં હિન્દી બોલવાનું શીખ્યું હતું, એવું રૂપાલી ગાંગુલીએ કહ્યું હતું.

‘અનુપમા’ આ ભારતમાં સૌથી વધુ ટીઆરપીવાળો ટીવી શો છે. આ સાથે રૂપાલી ગાંગુલીએ ‘સારાભાઈ vs સારાભાઇ’ જેવી સિરિયલમાં પણ જોવા મળી હતી. જોકે તાજેતરમાં રૂપાલી ગાંગુલીનું એક નિવેદન જોરદાર વાઇરલ થયું છે, જેને લીધે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Race for the Orange Cap Heats Up in IPL 2024! આ નવી જોડી જામશે પડદા પર? What to consume after the morning walk ? Effective Blood Pressure Home Solutions