મનોરંજન

Bigg Boss-17માં સુશાંતસિંહ રાજપૂતને લઈને આ શું બોલી ગઈ Ankita Lokhande?

પવિત્ર રિશ્તા ફેમ ટીવીની સંસ્કારી બહુ Ankita Lokhande હાલમાં સલમાન ખાનના રિયાલિટી ટીવી શો Bigg Boss-17ને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે પછી એ ઐશ્ચર્યા સાથેની કેટફાઈટને કારણે હોય કે મનારા ચોપ્રા સાથેની મૂડી નોકઝોકને કારણે હોય કે પતિ વિકી જૈન સાથેના મતભેદને કારણે હોય.

આ સિવાય Ankita Lokhande તેના એક્સ બોયફ્રેન્ડ અને બી-ટાઉનના દિવંગત Sushantsingh Rajput સાથેના રિલેશનશિપ વિશે પણ અનેક ચોંકાવાનારા ખુલાસા કરી ચૂકી છે. હવે ફરી એક વખત Ankita Lokhandeએ Sushantsingh Rajput સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી હતી. જોકે અંકિતા લોખંડેની આ હરકતને કારણે લોકો સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું અને કહ્યું હતું કે અંકિતા સુશાંતનું નામ લઈ-લઈને જ શો જીતી જવાની છે.

Ankita Lokhande હવે સુશાંતના પાર્થિવ શરીરની વાઈરલ ફોટો વિશે ખુલાસો કર્યો હતો અને તેણે એ અંગે પોતાની લાગણી વ્યક્ત કરી છે. અંકિતા લોખંડેએ શો પર કોઈની સાથે વાત કરતી જોવા મળી હતી કે જેમાં તેણે કહ્યું હતું કે મેં જ્યારે સુશાંતના પાર્થિવ શરીરના ફોટો વાઈરલ થતાં જોયા ત્યારે મારું લોહી ઉકળી ઉઠી હતી. મારા હાથ-પગ ઠંડા પડી ગયા હતા અને એવું લાગી રહ્યું હતું કે જાણે તે સૂઈ રહ્યો છે. હું બસ એના ફોટોને જઈ રહી અને મને લાગ્યું કે જાણે એના મગજમાં ઘણું બધું ચાલી રહ્યું છે.

આગળ અંકિતાએ એવું પણ કહ્યું હતું કે હું એને ઓળખું છું અને ચોક્કસ જ એના મગજમાં ઘણું બધું ચાલી રહ્યું હશે પણ એકદમ જાણે બધું જ ગાયબ થઈ ગયું…

સોશિયલ મીડિયા પર લોકો અંકિતાના આ વર્તનને કારણે તેને વખોડી રહ્યા છે અને તેમણે એવી પ્રતિક્રિયા પણ આપી હતી કે સુશાંતને યાદ કરીને, તેનું નામ લઈને જ અંકિતા લોખંડે Bigg Boss-17ની ટ્રોફી લઈ જશે…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button