અડધી રાતે એવું તે શું કર્યું Amitabh Bachchan કે યુઝર્સ કરવા લાગ્યા ટ્રોલ?

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાની પર્સનલ લાઈફની સાથે સાથે પ્રોફેશનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. પરંતુ છેલ્લાં કેટલાક વખતની વાત કરીએ તો બિગ બી ટ્રોલ્સના નિશાના પર ખૂબ જ સરળતાથી આવી જાય છે. હવે ફરી એક વખત અડધી રાતે અમિતાભ બચ્ચને એવું કંઈક કર્યું છે કે જેને કારણે તેઓ ટ્રોલર્સના નિશાના પર આવી ગયા હતા. ચાલો જોઈએ આખરે એવું તે શું કર્યું બિગ બીએ-
83 વર્ષની વયે અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પરંતુ આ સોશિયલ મીડિયા જ તેમના માટે માથાનો દુઃખાવો બનતું જઈ રહ્યું હોય એવું લાગે છે. બિગ બી એક વખત ફરી પોતાની લેટ નાઈટ પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે બિગ બીએ 2.43 કલાકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે વો સમય ચલા ગયા જબ દેશ દબ કે બોલતા થા, હવે દેશનો દબદબા, દુસરોં કો દાબ દેતા હૈ…
T 5455 – वो समा चला गया, जब देश दब के बोलता था ! अब देश का दबदबा, दूसरों को दाब देता है
— Amitabh Bachchan (@SrBachchan) July 28, 2025
બિગ બીની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર તેઓ ખૂબ જ ટ્રોલ થઈ રહ્યા છે. યુઝર્સ તેમને ટ્રોલ કરતાં કમેન્ટ કરી રહ્યા છે કે તમે ઊંઘી ઉઠી ગયા કે શું? બીજા એક યુઝરે લખ્યું હતું કે બિગ બી ક્યારેક પેટ્રોલ, ડિઝલ પર પણ લખો. હવે તમને મોંઘવારી નથી દેખાતી કે શું? ત્રીજા એ યુઝરે લખ્યું હતું કે હાં, પહેલાં મહાનાયક પેટ્રોલ, ડિઝલના ભાવ પર પણ પોસ્ટ કરતાં હતા, પરંતુ હવે 2014 બાદ ખબર નહીં શું થઈ ગયું છે?
આપણ વાંચો : Happy Birthday: આ એન્જિનિયર રીલ લાઈફ સાથે રિયલ લાઈફમાં પણ હીરો બન્યો…
જોકે, કેટલાક લોકો એવા પણ છે કે જેઓ એવું કહી રહ્યા છે કે જાણીતા સેલિબ્રિટી કંઈ પણ કહે કે કરે તો તેમને ટ્રોલ કરનારા લોકો તો મળી જ આવશે. સેલેબ્સને પણ આ વાતની આદત પડી ગઈ હોય છે, એટલે તેમને વધારે કોઈ ફરક પડતો નથી. બિગ બીને પણ આવા ટ્રોલ્સથી કોઈ ફરક નહીં પડે. અનેક લોકો આ વિચારથી પણ સહમત થઈ રહ્યા છે.
આ પહેલી વખત નથી કે અમિતાભ બચ્ચન પોતાની પોસ્ટને કારણે નેટિઝન્સના નિશાના પર આવી ગયા હોય. આ પહેલાં પણ ઓપરેશન સિંદૂર બાદ બિગ બીએ ખાલી પોસ્ટમાં નંબર લખતા તેઓ ખાસા એવા ટ્રોલ થયા હતા.