મનોરંજન

દીકરી આરાધ્યાની હાજરીમાં આ શું કર્યું Aishwarya Rai-Bachchan અને Abhishek Bachchanએ? વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી બધું બરાબર નથી ચાલી રહ્યું. બોલીવૂડનું આ પાવર કપલ ડિવોર્સ લેવાની તૈયારીમાં છે એવો દાવો પણ અનેક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

પરંતુ આ બધી અફવાઓ વચ્ચે કપલ હાલમાં જ પુણે ખાતે ઐશ્વર્યાની કઝિન બહેન શ્લોકા શેટ્ટીના ભાઈના લગ્નમાં એન્જોય કરતું જોવા મળ્યું હતું. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. હવે કપલનો વધુ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં આ કપલ સુપર હિટ ફિલ્મ બંટી ઔર બબલીના સુપરહિટ ગીત કજરા રે પર ડાન્સ કરતું જોવા મળ્યું હતું.

આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચન નહીં આ મહિલાએ અભિષેક પર કર્યો કિસનો વરસાદ… વીડિયો થયો વાઈરલ…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં ઐશ્વર્યા રાય-બચ્ચન, અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચન સાથે સ્ટેજ પર જતાં જોવા મળ્યા હતા. ઐશ્વર્યા, અભિષેક સાથે સ્ટેપ્સ મેચ કરવાની ટ્રાય કરતી જોવા મળે છે બાદમાં તે આંખોના ઈશારાથી જ અભિષેકને સ્ટેપ્સ જણાવે છે અને બંને જણ ડાન્સ કરવાનું શરૂ કરે છે. આરાધ્યા પણ મમ્મી ઐશ્વર્યાને કોપી કરવાની ટ્રાય કરે છે.

ગ્રીન કલરના આઉટફિટમાં ઐશ્વર્યા ખૂબ જ સુંદર લાગી રહી છે તો અભિષેક પણ પિંક અને વ્હાઈટ કુર્તા-પાયજામામાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો. નેટિઝન્સ તો કપલને લાંબા સમય બાદ એક સાથે જોઈને જ એકદમ ખુશ થઈ ગયા હતા. લાઈક્સ અને કમેન્ટ્સના માધ્યમથી ફેન્સ બંને પર વ્હાલ વરસાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર આ પહેલાં પણ પુણેના આ વેડિંગ ફંક્શનમાંથી અભિષેક ઐશ્વર્યાના ફોટો અને વીડિયો વાઈરલ થયા હતા. જેમાં કપલ ફેમિલી ટાઈમ એન્જોય કરતું જોવા મળ્યું હતું. ફેન્સ માટે તો બંનેનું સાથે દેખા દેવું એક ટ્રીટ સમાન છે અને તેમની આંખોને ઠંડક પહોંચાડે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિષેક બચ્ચનની ફિલ્મ બી હેપ્પી હાલમાં જ રિલીઝ થઈ હતી અને દર્શકો જુનિયર બચ્ચનની આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મ એક પિતા-પુત્રીની સ્ટોરીની આસપાસમાં ફરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button