Ananya Pandey સાથેના Breakupને લઈને આ શું બોલ્યો Aaditya Roy Kapoor?
છેલ્લાં કેટલાય સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટર આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે (Aaditya Roy Kapoor And Ananya Pandey)ના અફેયરની જેટલી ચર્ચા ચાલી હતી એટલા જ જોરશોરથી હવે તેમના બ્રેકઅપના સમાચારો પણ ચર્ચાઈ રહ્યા છે. એવું કહેવાઈ રહ્યું હતું કે દોઢ વર્ષની રિલેશનશિપ બાદ આખરે બંનેએ છુટા પડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હજી સુધી આદિત્ય રોય કપૂર કે અનન્યા પાંડેએ ન તો અફેયરની કે ન તો બ્રેકઅપના સમાચારની પુષ્ટિ કરી છે. પરંતુ હવે આદિત્ય રોય કપૂરે આ વિશે વાત કરી છે. આવો જોઈએ શું કહ્યું છે આદિત્યએ…
હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં આદિત્ય રોય કપૂરે જણાવ્યું હતું કે મને લાગે છે હું મારી પર્સનલ લાઈફને લઈને ચૂપ જ રહું અને મને એવું જ ગમે છે. મને ક્યારેય એ વસ્તુની જરૂર નથી વર્તાતી કે લોકો મારી પર્સનલ વિશે જાણે અને એટલે જ કદાચ હું બધું બહાર દેખાડવાના બદલે પોતાના સુધી જ સીમિત રાખું છું.
આ પણ વાંચો : Happy Birthday Sonakshi: બૉયફ્રેન્ડ તેને ક્યા નામથી બોલાવે છે તે જાહેર થઈ ગયું
આદિત્યએ સોશિયલ મીડિયા પર એક્ટિવ ના હોવા વિશે પણ વાત કરતાં જણાવ્યું હતું કે હું સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી. કોફી વિથ કરણમાં પણ મેં કહ્યું હતું કે લોકો મારા વિશે શું વિચારે છે વાંચવાની જરૂર નથી. મને નથી લાગતું તમારા વિશે દરેક કમેન્ટમાં શું લખ્યું છે એના વિશે ડિટેલ આપવાની જરૂર છે કારણ કે એમાં કેટલાક લોકો એવા હશે કે જે તમને પસંદ કરતાં હશે અને કેટલાક લોકો એવા પણ હશે કે જે તમને પસંદ નહીં કરતાં હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મેમાં છપાયેલા એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આદિત્ય અને અનન્યા પાંડે આ વર્ષે માર્ચમાં અલગ થઈ ગયા હતા. આદિત્ય અને અનન્યા પાંડે માર્ચમાં અલગ થઈ ગયા હતા. આદિત્ય અને અનન્યાના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે બંને એક્ટર્સ છુટા પડી ગયા છે અને મૂવ ઓન કરવાની કોશિશ કરી રહ્યા છે.