સૂટબૂટ-શેરવાનીને બદલે આ શું પહેરીને આવ્યો આમિર ખાનનો જમાઇ! જબરો ફિટનેસ ફ્રિક
આજે આમિરની લાડલી આયરા ખાને નુપૂર શિખરે સાથે કોર્ટ મેરેજ કરી લગ્ન રજીસ્ટર કરાવી લીધા છે, અને હવે તેઓ 8 જાન્યુઆરીએ મહારાષ્ટ્રીયન રીતરિવાજો સાથે તેઓ ઉદયપુરમાં ડેસ્ટીનેશન વેડિંગ કરશે. આ કોર્ટ મેરેજ બપોરના સમયે યોજાયા હતા. જો કે આજે કોર્ટ મેરેજમાં વરરાજાનો અનોખો અંદાજ જોવા મળ્યો. એક તરફ આયરાની મહેંદી સેરેમની ચાલી રહી હતી અને બીજી તરફ નુપૂર સૂટબૂટ-શેરવાનીને બદલે જીમના કપડામાં કોર્ટમાં જતો જોવા મળ્યો હતો.
નુપુર શિખરે તેમની દુલ્હનને લેવા તો નીકળી પડ્યો હતો. પરંતુ તેની સ્ટાઈલ જોઈને દરેકને આશ્ચર્ય થયું હતું. તે કોઈ સૂટ, શેરવાની કે કોઈ પરંપરાગત ડ્રેસ પહેરીને નહિ પરંતુ જીમના કપડા પહેરીને વરઘોડો જોવા મળ્યો હતો. તેના ચહેરા પરનું સ્મિત જોઈને તેની ખુશીનો અંદાજ લગાવી શકાય છે. આટલું ઓછું હોય તેમ આ વરઘોડો કોઇ લક્ઝુરિયસ કારમાં પણ નહોતો પરંતુ નુપૂરે પોતે જોગિંગ કર્યું, અને તેની સાથે સામેલ થયેલા તમામને તેણે જોગિંગ કરાવ્યું. બોલીવુડ ફોટોગ્રાફર વિરલ ભિયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં નૂપુર શિખરે જીમના કપડામાં ઢોલ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
આમિર ખાનનો જમાઈ નુપુર શિખરે છેલ્લા કેટલાક દિવસોથી સમાચારોમાં છે. આયરા સાથેની તેની સગાઈ પછી દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તે શું કરે છે અને કેટલી કમાણી કરે છે. નુપુર શિખરે સેલિબ્રિટી ફિટનેસ કોચ છે. રિપોર્ટ અનુસાર, નુપુર શિખરેની નેટવર્થ લગભગ $10 મિલિયન છે. નુપુર શિખરે આમિર ખાન તેમજ સુષ્મિતા સેનનો પણ અંગત ફિટનેસ ટ્રેનર રહી ચુક્યો છે.