ડીપનેક શર્ટ પહેરીને નાગિને લગાવી આગ
મુંબઈઃ ટેલિવિઝન પરની નાગિન સિરિયલથી જાણીતી બનેલી મૌની રોયનું નામ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે જૂનું રહ્યું નથી. મૌની રોય જ્યારે કેમેરા સામે આવે છે ત્યારે અચૂક મોહક પોઝ આપે છે, જ્યારે તેને જોઈને લોકો દંગ રહી જાય છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર આગ લગાવી છે.
તાજેતરમાં મૌનીએ ડીપનેક શર્ટ અને મિનિ સ્કર્ટ પહેરીને કેમેરા સામે પોઝ આપતા ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે, જેમાં તેના ચહેરા પરના એક્સપ્રેસન પણ બોલ્ડ છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા ફોટોગ્રાફને જોઈને પણ લોકો જોરદાર પ્રતિક્રિયાઓ આપે છે. એના સિવાય બે દિવસ અગાઉ બ્લેક ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યું હતું, જે ફોટોગ્રાફ જોરદાર વાઈરલ થયા હતા. બ્લેક ગાઉનવાળો વીડિયો પણ જોરદાર વાઈરલ થયો છે. આ વીડિયોને તેની ક્લોઝ ફ્રેન્ડ પણ પ્રતિક્રિયા આપ્યા વિના ચૂકી નહોતી.
મૂળ વાત મૌની રોય વ્હાઈટ ડીપનેક શર્ટની. મૌનીનો શર્ટ એટલો ડીપ છે કે કેમેરાએ તેના બોલ્ડ ફિગરને કેપ્ચર કરી નાખ્યું હતું. મૌની કેમેરા સિવાય આઉટફિટની વાત કરીએ તો વ્હાઈટ કલરનો શર્ટ પહેર્યો છે, જેમાં તેના બંને કોલર બંને સાઈડ બ્લેક છે. આ શર્ટની સાથે મૌનીએ શિમરી મિની સ્કર્ટ પહેરલ છે. આ સ્કર્ટ લેન્થમાં પણ નાનો છે. આ પહેરીને મૌની કેમેરા સામે જમીન પર બેસીને કિલર લૂક પણ આપ્યો છે.
પોતાને બોલ્ડ બનાવવા માટે ખુલ્લાવાળ રાખ્યા છે, જ્યારે સટલ મેકઅપ સાથે કાતિલ લૂકને કારણે લાઈમલાઈટમાં આવી ગઈ છે. મૌની રોયના લેસેસ્ટ ફોટોગ્રાફને લોકો જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે, જેમાં લાખો લોકોએ પ્રતિક્રિયા પણ આપી હતી. એની ખાસ ફ્રેન્ડ દિશા પટણીએ પણ તેના કેપ્શનમાં લવ લખ્યું હતું.
મૌની રોયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં મૌનીએ ઓટીટી પર ડેબ્યૂ કર્યું હતું. તેની સુલ્તાન ઓફ દિલ્હી પણ ઓટીટી પર 13મી ઓક્ટોબરે રિલીઝ થઈ છે. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે મૌની રોય ટેલિવિઝનની વિવિધ સિરિયલમાં કામકાજ કર્યા પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું. હાલમાં પણ તેની પાસે અનેક સારા પ્રોજેક્ટ છે.
ફિલ્મો સિવાય પણ મૌની રોય સોશિયલ મીડિયા પર જોરદાર એક્ટિવ રહે છે, જ્યારે ઈન્સ્ટાગ્રામ પર પણ તેના 28 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે 3200થી વધુ પોસ્ટ કરી ચૂકી છે.