તૃપ્તિ ડિમરીની અદા આ ફિલ્મમાં જોઇ શકો, પણ શરત એ કે…
મુંબઈ: ‘એનિમલ’ ફિલ્મમાં રણબીર કપૂરની સાઇડ-હિરોઇનનું પાત્ર ભજવનારી તૃપ્તિ ડિમરી આ ફિલ્મ બાદ રાતોરાત જ સ્ટાર બની ગઇ અને તેને એક પછી એક પ્રોજેક્ટ મળવા લાગ્યા. તૃપ્તિ અને રણબીર વચ્ચે ફિલ્માવવામાં આવેલા દૃશ્યોમાં તૃપ્તિની અદાઓએ ઘણાને અને ખાસ કરીને યુવા વર્ગને પોતાના કાયલ બનાવી દીધા હતા.
એટલે નવા પ્રોજેક્ટ તૃપ્તિ માટે તો જેકપોટ સમાન સાબિત થયા જ છે જોકે, તેના ચાહકો માટે પણ આ પ્રોજેક્ટ જેકપોટથી ઓછા નથી. કારણ કે એનિમલ ફિલ્મ બાદ હવે તેમને ફરી વખત તૃપ્તિ ક્યારે પડદા પર ક્યારે જોવા મળશે તેનો ઇંતેજાર તે કરી રહ્યા હતા.
આ પણ વાંચો: ટીવી એક્ટ્રેસના ઘરે આવ્યું નાનકડો મહેમાન, વીડિયો શેર કરીને જણાવ્યું નામ…
હાલમાં જ તૃપ્તિ ડિમરી અને વિક્કી કૌશલને ચમકાવતી ફિલ્મ ‘બેડ ન્યુઝ’ રિલીઝ થઇ હતી અને આ ફિલ્મે બોક્સ ઑફિસ પર આ ફિલ્મે સારી એવી કમાણી કરી હતી. જોકે, મોટા પડદા બાદ હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર આવી છે અને અહીં પણ ધર્મા પ્રોડક્શનની આ ફિલ્મ સારો દેખાવ કરશે તેવી આશા છે.
31 ઑગસ્ટના રોજ શુક્રવારે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઇ હતી. જોકે, આ ફિલ્મ જોવા માટે દર્શકોએ એક શરત પૂરી કરવી પડશે. શરત એ કે એમેઝોન પ્રાઇમ પર ઘરે આ ફિલ્મ જોવા માટે દર્શકોએ પૈસા ચૂકવવા પડશે.
આ પણ વાંચો: Millionare Rumerd Boyfriend સાથે પાર્ટીમાં શું કરતી જોવા મળી આ બોલીવૂડ એક્ટ્રેસ, વીડિયો થયો વાઈરલ…
વિક્કી કૌશલ ઉપરાંત એમી વિર્કને પણ ચમકાવતી આ ફિલ્મને એમેઝોન પ્રાઇમ ઉપર રેન્ટ પર લઇને જ જોઇ શકાશે. ઓપનિંગ ડે પર ભારતમાં 8.50 કરોડ રૂપિયાનો વકરો કરનારી ‘બેડ ન્યુઝ’ વર્લ્ડ વાઇડ 100 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી ચૂકી છે.
હવે ઓટીટી પ્લેટફોર્મ પર આ ફિલ્મ દર્શકોને કેટલા આકર્ષિત કરી શકે છે તેના ઉપર ફિલ્મી પંડિતોની નજર છે.