બાગબાનમાં Amitabh Bachchanની પત્નીનો રોલ નહોતો કરવો Hema Maliniને?, આ ખાસ વ્યક્તિએ મનાવી… | મુંબઈ સમાચાર

બાગબાનમાં Amitabh Bachchanની પત્નીનો રોલ નહોતો કરવો Hema Maliniને?, આ ખાસ વ્યક્તિએ મનાવી…

બોલીવુડ એક્ટ્રેસ અને ડ્રીમ ગર્લ હેમા માલિની (Bollywood Actress Hema Malini) એ પોતાના ફિલ્મી કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે અને તેમાંથી જ એક એટલે ફિલ્મ બાગબાન…પણ શું તમને ખબર છે કે હેમા માલિનીએ પહેલાં તો બાગબાન ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે મુખ્ય ભૂમિકા ભજવવા તૈયાર નહોતા. આ વાતનો ખુલાસો ખુદ હેમા માલિનીએ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.

એક ઈન્ટરવ્યુમાં હેમા માલિનીએ જણાવ્યું હતું કે જ્યારે મારી પાસે ફિલ્મ બાગબાનની ઓફર આવી ત્યારે હું આ ફિલ્મમાં કામ કરવા તૈયાર નહોતી. ફિલ્મમાં મેકર્સ જ્યારે મને સ્ટોરી સંભળાવી રહ્યા હતા ત્યારે મારી મમ્મી પણ મારી સાથે હતી. જ્યારે મેકર્સ સ્ટોરી સંભળાવીને ગયા ત્યારે મેં મારી મમ્મીને કહ્યું કે આ ફિલ્મ મારે નથી કરવી કારણ કે આ ફિલ્મમાં મારે ચાર મોટા મોટા સંતાનની માતા અને બે મોટા પૌત્ર અને પૌત્રીની દાદીનો રોલ કરવાનો છે.

આ પણ વાંચો: હેમા માલિનીની પુત્રીના લગ્નજીવનમાં તિરાડ? ઇશા-ભરત ઘણા સમયથી અલગ રહેતા હોવાની ચર્ચા

પરંતુ બાદમાં હેમા માલિનીની માતાએ તેમને સમજાવી કે તેમણે આ ફિલ્મ કરવી જોઈએ, કારણ કે આ ફિલ્મની વાર્તા ખૂબ જ સારી છે અને ફિલ્મ સુપરહિટ થવાની છે.

આ વિશે વાત કરતાં વિશે વાત કરતાં હેમા માલિનીએ જણાવ્યું હતું કે, ‘બાગબાનના મુહૂર્ત પહેલાં બીઆર ચોપરા મને મળ્યા અને કહ્યું કે તેઓ ઇચ્છે છે કે હું બાગબાનમાં આ રોલ કરું. તેમણે મને ફિલ્મની વાર્તા પણ સંભળાવી હતી અને મને લાગે છે કે કદાચ તેમના આશીર્વાદથી જ હું આ ફિલ્મમાં સારું પ્રદર્શન કરી શકી હતી. લોકો આજની તારીખમાં પણ આ ફિલ્મ વિશે વાત કરે છે.

બસ, હેમા માલિનીએ તેમની માતાની વાતનું માન રાખ્યું અને ફિલ્મ બાગબાનમાં કામ કરવાની હા પાડી અને બાદમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મમાં હેમા માલિની અને અમિતાભ બચ્ચનની સાથે સાથે સમીર સોની, અમન વર્મા, સાહિલ ચઢ્ઢા અને નાસિર ખાન, દિવ્યા દત્તા, સુમન રંગનાથન, રિમી સેન, પરેશ રાવલ, લિલેટ દુબે, અવતાર ગિલ, ગજેન્દ્ર ચૌહાણ અને મોહન જોશી જેવા કલાકારોએ કામ કર્યું હતું.

Back to top button