ડ્રગ્સ એડિક્ટ હતો હની સિંહ? જણો ડોક્યુમેન્ટરીમાં થયા ક્યા ક્યા ખુલાસા
વિવાદોમાં રહેલો જાણીતો ગાયક હની સિંહ થોડા સમય માટે સંગીતજગતમાંથી ગાયબ થઈ ગયો હતો, હવે તેણે કમબેક કર્યું છે ત્યારે તેના પર એક ડોક્યુમેન્ટરી બની છે, જેના ડિરેક્ટરે ફિલ્મ અને ગાયક વિશે ઘણી વાતો કરી છે.
મીડિયા સાથેના એક ઈંટરવ્યૂમાં ડાયરેક્ટર મોજેજ સિંહ એ કહ્યું કે હની સિંગ (HONEY SINGH) ડ્રગ્સ લેતો નથી, તે બાયોપોલાર નામની માનસિક બીમારી પીડાય છે. હની પોતાના અંગત અને વ્યવસાયિક જીવનના કારણે હેડલાઈન્સમાં છે. એકબાજુ બાદશાહની સાથે તેનો ઝગડો ચાલી રહ્યો છે તો બીજી બાજુ નેટફ્લિક્સ પર ડોક્યુમેંટ્રી ‘યો યો હની સિંગ : ફેમસ’ ને કારણે ખૂબ ચર્ચામાં છે.
ડોક્યૂમેંટ્રીમાં શું છે ખાસ ?
‘યો યો હની સિંગ : ફેમસ’ (YO YO HONEY SINGH:FAMS) ડોક્યૂમેંટ્રીમાં હનીના જીવનને ડાયરેક્ટર મોજેજ સિંહએ ખૂબ નજીકથી બતાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં હનીના જીવનના સંઘર્ષ, ડ્રગ્સની લત, સંગીત સાથેનો લગાવ અને પત્ની સાથે સંબંધ તૂટવા સહિતના પ્રસંગોનો સમાવેશ કર્યો છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ડાયરેક્ટર મોજેજે જણાવ્યુ કે હનીએ ડિવોર્સ અને ડ્રગ્સ વિશે ખુલ્લીને વાત કરી છે.
આ પણ વાંચો…નવા વર્ષે પણ પુષ્પા-2 ધ રૂલનું રાજઃ આટલી કમાણી કરી, જાણો મુસાફાએ કેટલી કમાણી કરી
મોજેજ સિંહે વધુમાં જણાવ્યું કે ‘આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે. જેના બે કારણો હતા. પહેલો હની સિંહ આ વિશે વાત કરી શકે નહીં, જે ફિલ્મમાં છે. બીજું, પત્નીનો દૃષ્ટિકોણ જાણયા વગર તેને દર્શાવવો યોગ્ય નથી અને શાલિની કદી કેમેરા સામે આવવા માંગતી નહતી માટે તેના પર ડિટેલમાં દર્શાવ્યુ નથી.
હની એડિક્ટ નથી અને માત્ર માનસિક બીમારીથી પરેશાન થયો હતો અને લોકો તેને સમજી શકયા ન હતા તેવો દાવો પણ તેમણે કર્યો હતો.