વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક ગાયબ! યુઝર્સે આવી અટકળો લગાવી, જાણો શું છે મામલો…

આજે ઇન્સ્ટાગ્રામ પર ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનું ઓફિશિયલ એકાઉન્ટ ગાયબ થઇ જતાં, વિવિધ અટકળો શરુ થઇ ગઈ હતી. સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અંગે વિવિધ ચર્ચાઓ શરુ થઇ હતી. એવામાં થોડી કલાકો બાદ વિરાટનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરી શરુ થઇ જતાં, તેના ચાહકોના શ્વાસમાં શ્વાસ આવ્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર વિરાટના 274 મિલિયન ફોલોઅર્સ છે, આજે સવારે તેની પ્રોફાઈલ પર તામમ પોસ્ટ ગાયબ થઇ ગઈ હતી. હવે તેની 1,044 પોસ્ટ્સ પાછી આવી ગઈ છે, અને ચાહકો ફરી વિરાટના ફોટો અને વીડિયો જોઈ શકે છે. વિરાટે કોઈ નવી પોસ્ટ કરી નથી, પ્રોફાઇલ ગાયબ થવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
સોશિયલ મીડિયા પર અટકળો:
ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ ગયાબ થઇ જતાં X પર વિરાટ ટ્રેન્ડમાં આવી ગયો હતો. ચાહકોએ વિવિધ અટકળો લગાવવાનું શરુ કર્યું હતું. કેટલાક લોકોએ કહ્યું કે વિરાટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે, તો કોઈ કે વ્યક્તિગત કારણોસર વિરાટે એકાઉન્ટ ડીએક્ટીવેટ કર્યું હોવાની શંકા વ્યક્ત કરી.
કેટલાક યુઝર્સે વિરાટની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્માની પોસ્ટ પર કમેન્ટ્સ કરીને વિરાટ અંગે પૂછપરછ કરી. આ દરમિયાન કેટલાક યુઝર્સે નિહિલિસ્ટ પેંગ્વિન” મીમનો પણ ઉલ્લેખ કર્યો.
વિરાટના ભાઈ વિકાસનું એકાઉન્ટ પણ ગાયબ:
અહેવાલ મુજબ વિરાટ સાથે તેના મોટો ભાઈ વિકાસનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ગાયબ થઈ ગયું હતું. સવારે 8:30 વાગ્યે વિરાટનું એકાઉન્ટ ફરી શરુ થઈ ગયું હતું, પરંતુ આ લખાય છે ત્યારે વિકાસ કોહલીનું એકાઉન્ટ ફરી શરુ થયું નથી.



