
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli)એ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ એનાઉન્સ કરી છે અને હવે આ પાછળનું કારણ પણ સામે આવ્યું છે, જેના વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશો.
વિરાટ કોહલીની રિટાયરમેન્ટ એનાઉન્ટ કર્યા બાદથી જ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. ચાલો જોઈએ આખરે શું વિરાટ કોહલીની રિટાયરમેન્ટ અને અવનીત કૌરની ટ્રોલિંગનું કનેક્શન…
વાત જાણે એમ છે કે અવનીત કૌર ઈન્ડસ્ટ્રીની એક જાણીતી એક્ટ્રેસ છે. તે પોતાની મદમસ્ત અદાઓથી ફેન્સના દિલ જિતી લે છે. હાલમાં જ તેણે પોતાના કેટલાક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.
આપણ વાંચો: DC vs RCB: વિરાટ કોહલી અને કે એલ રાહુલ મેદાન પર ઝઘડી પડ્યા! જાણો શું હતું કારણ
આ ફોટોમાં અવનીત કૌરે વ્હાઈટ શર્ટ સાથે લિયો પ્રિન્ટના લોન્ગ સોક્સ પહેર્યા છે, જેમાં તે એકદમ સ્ટાઈલિશ લાગી રહી છે. અવનીતે આ લૂક સાથે પોની ટેલ ટાય કરી છે અને આંખો પર કાળા ચશ્મા પહેર્યા છે. આ સુંદર લૂક સાથે એક્ટ્રેસે બ્લેક હિલ્સ અને પર્સ કેરી કર્યા છે. અવનીતના આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે.
ફેન્સ અવનીતના આ લૂકના ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને તેના પર લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે. જોકે, બીજી બાજુ કેટલાક યુઝર્સ એવા પણ છે કે જેઓ વિરાટ કોહલીની રિટાયરમેન્ટ એનાઉન્સમેન્ટને અવનીત સાથે જોડીને જોઈ રહ્યા છે અને કોહલીના ફેન્સ અવનીતને ટ્રોલ પણ કરી રહ્યા છે.
આપણ વાંચો: RCB vs DC: આજે વિરાટ કોહલી આ મામલે રોહિત શર્માને પાછળ છોડી શકે છે
એક યુઝરે અવનીતના આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે અવનીતની પોસ્ટ લાઈક કરીને રિટાયરમેન્ટ લઈ લીધું. બીજા એક યુઝરે લખ્યું હતું કે તારે કારણે વિરાટ કોહલીએ રિટાયરમેન્ટ લેવું પડ્યું. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે તારો તો ઓરા છે, વિરાટે રિટાયરમેન્ટ લેવી પડી.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં જ અવનીત કૌરની પોસ્ટ પર વિરાટ કોહલીએ લાઈન કર્યું હતું. જોકે, બાદમાં ક્રિકેટરે ખુદ સ્પષ્ટતા કરી હતી કે આ લાઈક તેણે નહોતું કર્યું પણ ઈન્સ્ટાગ્રામ અલ્ગોરિધમને કારણે થયું હતું. ત્યાર બાદથી જ લોકો અવનીતની પોસ્ટ પર વિરાટનું નામ લઈને મજા માણી રહ્યા છે.