
ટીમ ઈન્ડિયાનો સુપરસ્ટાર અને કિંગ કોહલીના હુલામણા નામે ઓળખાતો વિરાટ કોહલી મંગળવારે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો હતો. 11મી જાન્યુઆરીથી ભારત-ન્યુઝીલેન્ડ વનડે સીરિઝ શરૂ થવા જઈ રહી છે. મુંબઈ એરપોર્ટ પર ફેન્સ કિંગ કોહલી સાથે એક સેલ્ફી લેવા માટે પડાપડી કરી રહ્યા હતા. આ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને એનું કારણ છે કિંગ કોહલીએ પહેરેલું સ્વેટર. ચાલો જાણીએ શું છે ખાસ કોહલીના આ સ્વેટરમાં…
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં વિરાટ કોહલી મુંબઈ એરપોર્ટ પર બ્લેક કલરની એક સ્ટાઈલિશ કાર્ડિગન પહેર્યું હતું. જેના પર લાલ હાર્ટ જોવા મળ્યું હતું અને એની નીચે અંગ્રેજી આલ્ફાબેટ એ જોવા મળી રહ્યો હતો. આ સાથે તેણે બ્લ્યુ ટી-શર્ટ અને બ્લ્યુ જિન્સ પહેર્યું હતું. વિરાટ કોહલીનું આ સ્વેટર સોશિયલ મીડિયા પર જોતજોતામાં જ વાઈરલ થઈ ગયું છે.
આ પણ વાંચો : વડોદરા ઍરપોર્ટની બહાર કોહલીને ચાહકોએ એવો ઘેરી લીધો કે તે મહા મહેનતે કાર સુધી પહોંચી શક્યો
સોશિયલ મીડિયા પર આ સ્વેટર અંગે જાત જાતની અટકળો વ્યક્ત કરાઈ રહી છે. કેટલાક ફેન્સ વિરાટના આ સ્વેટરને કોહલીનો પત્ની અનુષ્કા શર્મા પ્રત્યેનો પ્રેમ કહી રહ્યા છે. જોકે, આ પહેલી વખત નથી કે કોહલીએ પોતાની પત્ની માટેનો પ્રેમ આ રીતે જાહેર કર્યો હોય. પીચ પર પણ તે અનેક વખત આવું કરી ચૂક્યો છે અને તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જ હોય છે.
Virat Kohli can put all the Bollywood actors in shame pic.twitter.com/Umuj8ZCYW0
— Vedant (@KohliXVedant) January 7, 2026
આ પણ વાંચો : વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના આશ્રમે: જાણો મહારાજે શું કહ્યું!
મુંબઈ એરપોર્ટ પર વિરાટ કોહલીને કચકડામાં કેદ કરવા માટે પેપ્ઝ અને ફેન્સની ભારે ભીડ જોવા મળી હતી. જોકે, આ સમય વિરાટ ખૂબ જ સહજ જોવા મળ્યો હતો. અહીંયા તમારી જાણ માટે કે વિરાટ અને અનુષ્કા શર્માએ નવા વર્ષની ઉજવણી દુબઈમાં કરી હતી. કપલે ન્યુ યર ઈવ પર રેસ્ટોરાં સ્ટાફ સાથે પોઝ પણ આપ્યા હતા.
ગેમની વાત કરીએ તો વિરાટ કોહલીએ હાલમાં જ રમાયેલી વિજય હઝારે ટ્રોફીમાં જોરદાર કમબેક કર્યું હતું. ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન અત્યાર સુધીના દમદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. આ જ સમયે કોહલીએ લિસ્ટ એ ક્રિકેટમાં 16,000 રનનો આંકડો પણ પાર કર્યો હતો. આ ઉપલબ્ધિ હાંસિલ કરનારો તે સૌથી ઝડપી ખેલાડી બન્યો હતો અને તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડી દીધો હતો.



