‘તારા વિના શક્ય નથી…’ વિરાટ કોહલીએ અનુષ્કા પર વરસાવ્યો પ્રેમ
T20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. વર્લ્ડ કપ ચેમ્પિયન બનવાની ઐતિહાસિક ક્ષણના એક દિવસ પછી, કોહલીએ તેમની પત્ની અનુષ્કા શર્મા પર ઘણો પ્રેમ વરસાવ્યો છે. પૂર્વ ભારતીય કેપ્ટને પોતાના ઈન્સ્ટાગ્રામ પર અનુષ્કા માટે ઈમોશનલ પોસ્ટ કરી હતી. આ સાથે તેમણે પોતાની સફળતાનો શ્રેય અનુષ્કાને આપીને ચાહકોનું દિલ જીતી લીધું છે.
આ પણ વાંચો: ડેડી વિરાટ કોહલીની જિત બાદ પણ ડાર્લિંગ ડોટર વામિકાને સતાવી આ વાતની ચિંતા…
વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચ પહેલા, તેમણે ટૂર્નામેન્ટમાં અડધી સદી પણ ફટકારી ન હતી, પરંતુ તેણે ફરી એકવાર સાબિત કર્યું કે જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂર હોય ત્યારે તે યાદગાર ઇનિંગ્સ રમવા માટે હંમેશા તૈયાર છે. T20 વર્લ્ડ કપ વિજેતા બન્યા બાદ કોહલીએ અનુષ્કા શર્મા સાથે એક તસવીર શેર કરીને ઈમોશનલ પોસ્ટ કરી હતી.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ વિજેતા બન્યા બાદ વિરાટ કોહલીની ઈમોશનલ પોસ્ટે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ
વિરાટ કોહલીએ તેમના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા લખ્યું, “મારા પ્રેમ! તમારા વિના આમાંનું કંઈ પણ શક્ય ન હોત. તમે મને નમ્ર અને નીચે ધરતી પર રાખો છો અને તમે હંમેશા કહો છો કે તે કેવી રીતે છે. હું તમારા માટે વધુ આભારી ન હોઈ શકું. આ જીત જેટલી તમારી છે એટલી જ મારી છે. તમારો આભાર, અને તમે હોવા બદલ હું તમને પ્રેમ કરું છું.”
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા બાદ અનુષ્કા શર્માએ પણ વિરાટ કોહલીના વખાણ કરતી એક ઈમોશનલ પોસ્ટ કરી હતી. “હું આ માણસને પ્રેમ કરું છું, હું નસીબદાર છું કે હું તેને મારું ‘ઘર’ કહું છું. હવે તેમના ભવ્ય વિજય અને પ્રદર્શનની ઉજવણી કરવા માટે સ્પાર્કલિંગ પાણીનો છંટકાવ કરવો પડશે,” એમ અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું.
વિરુષ્કાના પ્રેમ પર ફેન્સ પણ ફિદા થઇ ગયા છે. ચાહકો પણ બંનેના પ્રેમ અને સમર્થનને સલામ કરી રહ્યા છે. તેઓ રોમેન્ટિક ટિપ્પણીઓ કરી રહ્યા છે