PM Narendra Modiને પાછળ મૂકીને Virat Kohli આવું કારનામું કરનાર પહેલો ભારતીય બન્યો…

આજના જમાનો સોશિયલ મીડિયાનો છે અને દર બીજી વ્યક્તિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કલાકોના કલાકો વિતાવે છે. આ જ સોશિયલ મીડિયા પર પોતાના ફેવરેટ સ્ટાર્સ, સેલિબ્રિટીઝને ફોલો કરે છે. પરંતુ જો તમને કોઈ પૂછે કે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા સ્ટાર્સમાં કયા સ્ટાર્સ છે તો? ચાલો તમને જણાવીએ અને જાણી લો કે આ સ્ટાર્સમાં તમારા ફેવરેટ સ્ટારનો સમાવેશ થાય છે કે નહીં?
વિરાટ કોહલીઃ

વાત જ્યારે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલોવર્સ ધરાવતા સેલેબ્સની હોય તો તેમાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટર્સ વિરાટ કોહલીનું નામ ટોપ પર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીના 272 મિલિયનની આસપાસ ફોલોવર્સ છે. આ સાથે જ તે આવું કરનાર પહેલો ભારતીય બની ગયો છે.
નરેન્દ્ર મોદીઃ

વિરાટ કોહલી બાદ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ યાદીમાં બીજા સ્થાને છે. ઈન્સ્ટાગ્રામ પર પીએમ નરેન્દ્ર મોદીના 95.8 મિલિયન ફોલોવર્સ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગણતરી દેશ જ નહીં પણ દુનિયાના સૌથી વધુ લોકપ્રિય અને પાવરફૂલ નેતાઓમાં કરવામાં આવે છે.
શ્રદ્ધા કપૂરઃ

બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પણ આ યાદીમાં ત્રીજા સ્થાને આવે છે. ઈન્સ્ટાગ્રામ પર શ્રદ્ધા કપૂરના 93.8 મિલિયન ફોલોવર્સ છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે ડે ટુ ડે લાઈફના અપડેટ્સ પણ ફેન્સ સાથે શેર કરતી રહે છે.
પ્રિયંકા ચોપ્રાઃ

બોલીવૂડથી લઈને હોલીવૂડ સુધી પોતાની એક્ટિંગ અને સુંદરતાથી લોકોને ઘેલું લગાડનાર દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા આ યાદીમાં ચોથા સ્થાને છે. પ્રિયંકા ચોપ્રાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર 92.3 મિલિયન ફોલોવર્સ છે. એક્ટ્રેસ અવારનવાર પોતાના ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
આલિયા ભટ્ટઃ

કપૂર ખાનદાનની વહુરાણી આલિયા ભટ્ટ પણ પોતાની સુંદરતા અને એક્ટિંગની સાથે ફેન્સને ઘેલું લગાડ્યું છે. આલિયા આ યાદીમાં પાંચમા સ્થાને છે અને તેના સોશિયલ મીડિયા પર 86.2 મિલિયન ફોલોવર્સ છે.
કેટરિના કૈફઃ

કેટરિના કૈફ આ યાદીમાં 80.2 મિલિયન ફોલોવર્સ સાથે છઠ્ઠા સ્થાને છે. કેટરિના કૈફની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર અને ટેલેન્ટેડ એક્ટ્રેસમાં કરવામાં આવે છે.
દીપિકા પદુકોણઃ

સોશિયલ મીડિયા પર દીપિકા પદુકોણ પણ ખતૂબ જ લોકપ્રિય છે અને ફેન્સ દીપિકાની એક ઝલક જોવા માટે આતુર હોય છે. 80.1 મિલિયન ફોલોવર્સ સાથે દીપિકા પદુકોણ સાતમા સ્થાને છે.
નેહા કક્કરઃ

સોશિયલ મીડિયા પર સિંગર નેહા કક્કરની તગડી ફેન ફોલોઈંગ ધરાવે છે. નેહા પોતાના સૂરીલા અવાજથી ફેન્સને ઘાયલ કરી દે છે. સોશિયલ મીડિયા પર નેહા કક્કરના 78.1 મિલિયન ફોલોવર્સ છે અને તે આઠમા સ્થાને છે.
ઉર્વશી રૌતેલાઃ

ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર સૌથી એક્ટિવ રહે છે અને તેની ફેન ફોલોઈંગ પણ એકદમ તગડી છે. 72 મિલિયન ફોલોવર્સ સાથે ઉર્વશી રૌતેલા આ યાદીમાં નવમા સ્થાને આવે છે.
જેક્લિન ફર્નાન્ડિસઃ

લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ 70 મિલિયન ફોલોવર્સની સાથે આ યાદીમાં બોલીવૂડ એક્ટ્રેસ જેક્લિન ફર્નાન્ડિસનું નામ પણ આવે છે. જેક્લિન આ યાદીમાં 10મા સ્થાને આવે છે.