Virat Kohli-Anushka Sharmaના દીકરાએ પોતાના નામે કર્યો આ અનોખો રેકોર્ડ…
2024માં અનેક સેલિબ્રિટીઓના ઘરે નન્હેં મહેમાનનું આગમન થયું છે અને એમાંથી જ એક કપલ એટલે અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli). વિરાટ કોહલી અને અનુષ્કાએ આ જ વર્ષે પોતાના બીજા સંતાનને જન્મ આપ્યો હતો. અકાયે જન્મતાની સાથે જ એક રેકોર્ડ બનાવ્યો છે, જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો દીકરો અકાય પણ મમ્મી-પપ્પાના નક્શે કદમ ચાલી રહ્યો છે અને તેણે નાનકડી ઉંમરમાં ગૂગલ સર્ચની મીનિંગ કેટેગરીમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કપલ આ જ વર્ષે બીજી વખત પેરેન્ટ્સ બન્યા હતા. જોકે, હજી સુધી વિરુષ્કાએ પોતાના દીકરાનો ફેસ રીવિલ નથી કર્યો.
આપણ વાંચો: અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે પહોંચી કૃષ્ણદાસના કિર્તનમાં… વીડિયો થયો વાઈરલ
દીકરાના જન્મ બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોતાના દીકરાનું નામ રીવિલ કર્યું લોકોએ તરત જ અકાયના નામનો અર્થ ગૂગલ કરવાનું શરૂ કરી દીધું છે. તમારી જાણ માટે કે અકાય એ ટર્કિશનો એક હિંદી વર્ડ છે અને એને કાયા પરથી લેવામાં આવ્યું છે, જેનો અર્થ શરીર એવો થાય છે.
એટલું જ નહીં અકાયના નામનો સંસ્કૃતમાં અર્થ થાય છે કે કોઈ પણ વસ્તુ કે કંઈ પણ જે કાય વિના હોય. અનુષ્કાએ અકાયને 15મી ફેબ્રુઆરીના જન્મ આપ્યો હતો અને અનુષ્કા અને વિરાટના બંને બાળકો વામિકા અને અકાયનો જન્મ લંડનમાં જ થયો છે. વિરાટ અને અનુષ્કા હાલમાં લંડનમાં વામિકા અને અકાય સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરી રહ્યા છે અને બંને જણ સોશિયલ મીડિયા પર અકાય અને વામિકા સાથે મોજ-મસ્તી કરતાં વીડિયો અને ફોટો શેર કરતાં રહે છે.