મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Viral Video: પાર્ટીમાં Virat Kohli એ Anushka Sharma સાથે કર્યું કંઈક એવું કે એક્ટ્રેસની હાલત…

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખિલાડી વિરાટ કોહલી (Virat Kohli)એ ગઈકાલે પોતાનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો અને ફેન્સ અને ફ્રેન્ડ્સ કોહલી પર શુભેચ્છઓનો વરસાદ કર્યો હતો. હવે સોશિયલ મીડિયા પર અંગદ બેદીએ અનુષ્કા શર્મા સાથેની એક અનસીન ક્લિપ શેર કરી છે. આ ક્લિપ જોત-જોતામાં જ વાઈરલ થઈ ગઈ છે અને આ ક્લિપ સાથે અંગદે એક ઈમોશનલ નોટ પણ શેક કરી છે. આવો જોઈએ શું ખાસ છે આ ક્લિપમાં…

આ પણ વાંચો : લંડનના રસ્તા પર આ શું કરતો જોવા મળ્યો Virat Kohli, Anushka Sharmaએ બર્થડે પર શેર કર્યો ફોટો…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્માને હસાવતો જોવા મળ્યો છે અને અનુષ્કા પણ પોતાનું હસવાનું રોકી શકી નહોતી. અંગદે વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે રાજાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.. આપણે આગળ વધતા રહીશું. આ સાથે વીડિયોમાં નેહા ધૂપિયા પણ જોવા મળી રહી છે. ફેન્સ આ વીડિયોના કમેન્ટ સેક્શનમાં વિરાટને શુભેચ્છા મોકલાવી રહ્યા છે તો કેટલાક યુઝરે હાર્ટ ઈમોજી પણ શેર કર્યા છે. વીડિયોમાં વિરાટ અનુષ્કાને એટલું બધું હસાવે છે કે અનુષ્કા હસી હસીનો લોથ-પોથ થઈ જાય છે.

આ ઉપરાંત અનુષ્કા શર્માએ પણ ગઈકાલે વિરાટ કોહલીનો ડેડીઝ ડ્યુટી નિભાવતો વામિકા અને અકાય સાથેનો એક ફોટો શેર કર્યો હતો. આ અનુષ્કાએ વિરાટ, અકાય અને વામિકાનો એક સુંદર કેન્ડિડ ફોટો શેર કરીને પ્રેમ વરસાવ્યું હતું. જોકે, આ પહેલી વખત હતું કે કપલે દીકરા અકાયનો ફોટો શેર કર્યો છે. આ જ વર્ષે અકાયનો જન્મ થયો હતો. અકાય વામિકાના ચહેરા અનુષ્કાએ હાર્ટના ઈમોજીથી ઢાંકી દીધા હતા.

છેલ્લાં કેટલાક સમયથી અનુષ્કા અને વિરાટ લાઈમલાઈટથી દૂર લંડનમાં બંને બાળકો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે વિરાટ અને અનુષ્કા કાયમ માટે લંડન શિફ્ટ થઈ ગયા છે, જોકે હજી સુધી વિરાટ કે અનુષ્કાએ આ મામલે કોઈ સ્પષ્ટતા નથી કરી.

અનુષ્કાએ 2018થી બોલીવૂડથી દૂરી બનાવી લીધી છે. તે છેલ્લે શાહરૂખ ખા અને કૈટરિના સાથે જોવા મળી હતી. હાલમાં અનુષ્કા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક ચકદા એક્સપ્રેસમાં વ્યસ્ત છે, જોકે હજી સુધી ફિલ્મની રિલીઝ ડેટને લઈને કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button