શું સલમાનના કારણે ટકી રહી છે વિરુષ્કાની જોડી? જાણો શું છે કથિત બ્રેકઅપની કહાની…

બોલીવુડ અને ક્રિકેટ જગતની ફેમસ જોડીઓમાંથી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું નામ આગળ છે. ચાહકો આ જોડીને વિરુષ્કાના નામથી ઓળખો છે. વિરાટ અને અનુષ્કાએ 2017માં લગ્નના તાતણે બંધાયા હતા. જ્યારે બંનેની મુલાકાત લગ્નના છ વર્ષ પહેલાથી એક એડ શૂટ દરમિયાન થઈ હતી. એક એડથી શરૂ થયેલા આ સફરમાં પણ ઘણા ઉતાર ચઢાવ આવ્યા.
બોલીવુડ અને સ્પોર્ટ્સની અન્ય જોડીઓની જેમ વિરાટ અને અનુષ્કાએ પણ તેમના સંબંધને લાંબા સમય સુધી ગુપ્ત રાખ્યા હતા. તેમ છતાં, તેઓ વારંવાર સાથે જોવા મળતા અને મીડિયાની હેડલાઈન્સમાં છવાઈ જતા. અનુષ્કા અનેક વખત ક્રિકેટ મેચમાં વિરાટને સપોર્ટ કરતી જોવા મળી હતી. ઘણી વખત તો વિરાટના નબળા પર્ફોર્મન્સે અનુષ્કાને ટ્રોલિંગનો શિકાર પણ બનાવ્યો છે.
તેમના સંબંધમાં અનેક અડચણો આવી છે, પરંતુ આજે તે અડગ છે. મીડિયા અહેવાલો પ્રમાણે વર્ષ 2016ની શરૂઆતમાં તેમના કથિત બ્રેકઅપની અફવાઓ ફેલાઈ હતી. તેમના અલગ થવાનું કારણ ક્યારેય સ્પષ્ટ ન થયું. જોકે ઘણા સમય પછી બંને વચ્ચે ગેરસમજણ દુર થઈ ફરી એક સાથે આવ્યા હતા.

મીડિયા રિપોટર્સ પ્રમાણે બ્રેકઅપ બાદ અનુષ્કાના ભાઈ કરણેશ શર્માએ પણ વિરાટને મનાવવામાં મદદ કરી હતી. જે બાદ ફિલ્મ સુલ્તાનના શૂટિંગ વખતે સલમાન ખાને આ જોડીને ફરી એક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સલમાન અનુષ્કાને મજાકમાં કહેતા કે સાચો પ્રેમ એક વાર જ થાય છે, તેને સાચવી રાખવો જોઈએ. આજે વિરાટ અને અનુષ્કા તેમના લગ્નના આઠ વર્ષ પૂરા કરી રહ્યા છે, તેઓ બે સુંદર બાળકોના માતા-પિતા છે અને તેમનું પરિવાર ભારતથી દૂર લંડનમાં વસે છે.
આ પણ વાંચો…Anushka Sharmaએ ડિવોર્સને લઈને આ શું કહ્યું? વિરુષ્કા વચ્ચે વધું બરાબર તો છે ને?



