મનોરંજન

Viral Video: સલમાન ખાનના ભત્રીજા નિર્વાણે અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી સાથે કર્યું કંઈક એવું કે…

Viral Video: સલમાન ખાનના ભત્રીજા નિર્વાણે અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી સાથે કર્યું કંઈક એવું કે…
સોમવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને કોલકતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મેચ રમાઈ હતી અને આ મેચ જોવા માટે સ્ટાર્સ અને સ્ટાર કિડનો મેળો જામ્યો હતો. શાહિદ કપૂર, મીરા કપૂર, સુહાના ખાન, અગસ્ત્ય નંદા, નવ્યા નવેલી નંદા અને સલમાન ખાનના ભત્રીજા નિર્વાણ ખાન સ્ટેન્ડમાં પોતાની ફેવરેટ ટીમને ચીયર કરવા માટે પહોંચ્યા હતા. કેકેઆર સામે એમઆઈની જિત બાદ નિર્વાણ ખાનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જે જોઈને લોકો એના વખાણ કરતાં નથી થાકી રહ્યા.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા અને સલમાન ખાનના ભત્રીજા નિર્વાણ ખાન જોવા મળી રહ્યા છે. બંને સાથે સ્ટેડિયમમાંથી બહાર નીકળી રહ્યા છે. નવ્યા જેવી કારમાં બેસવા આગળ વધે છે ત્યારે તરત જ નિર્વાણ તેના માટે દરવાજો ખોલવા આગળ આવે છે.

નેટિઝન્સ આ વીડિયો જોઈને એકદમ ખુશ થઈ ગયા છે અને તેઓ આ સ્વીટ ગેસ્ચર માટે નિર્વાણના વખાણ કરી રહ્યા છે. એટલું જ નહીં પણ લોકો નવ્યા અને નિર્વાણનું નામ જોડી રહ્યા છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ આ બાબતે ખુલીને કંઈ કહ્યું નથી.

આ પણ વાંચો: નવ્યા નવેલી નંદાને મળ્યું અમદાવાદની આઈઆઈએમમાં એડમિશન, પોસ્ટ કરીને આપી માહિતી…

અહીંયા તમારી જાણ માટે કે નવ્યાનું નામ અત્યાર સુધી એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોડવામાં આવતું હતું, પરંતુ ગયા વર્ષે બંનેએ પોતાની આ રિલેશનશિપ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો બંનેએ આ બ્રેકઅપને ખૂબ જ મેચ્યોરિટીથી હેન્ડલ કર્યું હતું. બંને જણ આજે પણ એકબીજાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરે છે અને એ પરથી જ ખ્યાલ આવે છે કે બ્રેકઅપ બાદ પણ બંને જણના સંબંધમાં એક ગરિમા છે, જે તેમણે જાળવી રાખી છે.
સિદ્ધાંત ચતુર્વેદી દિપીકા પદુકોણ સાથે ફિલ્મ ગહેરાઈયાંમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ તે ફિલ્મ ખો ગયે હમ કહાંમાં પણ જોવા મળ્યા હતા. નવ્યાની વાત કરીએ તો તેણે આઈઆઈએમ અમદાવાદમાં એડમિશન લીધું છે. નવ્યાની વાત કરીએ તો નવ્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને આ સિવાય તે પોતાનું પોડકાસ્ટ પણ ચલાવે છે જેમાં તે પોતાની નાની, મમ્મી, ભાઈ સાથે વિવિધ મુદ્દાઓ પર ખુલીને પોતાનો વિચારો રજૂ કરતી હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button