Viral Video: ઈવેન્ટમાં પહોંચેલા સલમાન ખાને કર્યું કંઈક એવું કે…

બોલીવૂડના દબંગ ખાન તરીકેની સલમાન ખાનની તગડી ફેન ફોલોઈંગ છે અને સલમાન ખાન પોતાની સ્ટાઈલ અને એક્ટિંગના દિવાના છે. આ સિવાય સલમાન ખાન પોતાની દરિયાદિલી માટે ખૂબ જ જાણીતો છે. પોતાના ફેન્સને સ્પેશિયલ ફિલ કરાવવામાં સલમાન ખાન ક્યારેય પાછું વળીને નથી જોતો અને હવે ફરી એક વખત સોશિયલ મીડિયા પર સલમાન ખાનની આ ફેન મોમેન્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. હાલમાં જ સલમાન ખાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ આ વીડિયો જોઈને એકદમ ખુશ થઈ ગયા છે.
આ પણ વાંચો: બોમ્બે હાઈ કોર્ટે કંગનાને રાહત ન આપી, CBFCને પણ લગાવી ફટકાર, જાણો શું કહ્યું
મળી રહેલી માહિતી પ્રમાણે સલમાન ખાન હાલમાં જ એક ઈવેન્ટમાં સ્પોટ થયો હતો, જ્યાં તેની મુલાકાત એક ફેન સાથે થઈ હતી. સલમાન ખાને મહિના ફેન સાથે ખૂબ જ આરામથી વાત કરતો જોવા મળી રહ્યો છે. બ્લેક સૂટમાં સલમાન ખાન એકદમ ડેશિંગ લાગી રહ્યો હતો. એવું કહેવાઈ રહ્યું છે સલમાન ખાન બિગ બોસ-18ના સેટ પર પહોંચ્યો હતો અને એ સમયે તેની મુલાકાત એક વૃદ્ધ ફિમેલ ફેન સાથે થઈ હતી. સલમાને આ ફેન સાથે વાતો તો કરી જ હતી, પણ એની સાથે સાથે જ તેણે એમના પર પ્રેમ પણ વરસાવ્યો હતો. વીડિયોમાં બંને જણ એકદમ ખુશ-ખુશહાલ જોવા મળી રહ્યા છે.
ફેન્સ સલમાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ એક્ટરના મોટા મનની અને ગોલ્ડ હાર્ટના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું હતું કે ભાઈજાન બધાના દિલની જાન છે. બીજા એક ફેને લખ્યું કે તેઓ ખૂબ જ હંબલ છે. જ્યારે અન્ય એક ફેને લખ્યું હતું કે સલમાન હંમેશા જ પોતાના ફેન્સને આટલા જ પ્રેમથી મળે છે. સલમાન ખાન ખૂબ જ મોટા મનનો છે.
આ પણ વાંચો: બોલો, હજુ તો રિલીઝ થયાના ગણતરીના કલાકોમાં આ સિરિઝ લીક પણ થઈ ગઈ…
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ સિકંદરની તૈયારીઓમાં વ્યસ્ત છે. સલમાન ખાનની સાથે રશ્મિકા મંદાના લીડ રોલમાં છે. બંનેની જોડી પહેલી વખત જ મોટા પડતા પર જોવા મળશે. છેલ્લે સલમાન ફિલ્મ ટાઈગર થ્રીમાં જોવા મળ્યો હતો.