આ સ્ટારકિડને જોશો તો જહ્વાનવી, સારા, રાશા બધાને ભૂલી જશોઃ જુઓ વીડિયો | મુંબઈ સમાચાર
મનોરંજન

આ સ્ટારકિડને જોશો તો જહ્વાનવી, સારા, રાશા બધાને ભૂલી જશોઃ જુઓ વીડિયો

સ્ટારકિડ્સની વાત આવે ત્યારે તમને જ્હાનવી કપૂર, સારા અલી ખાન, સુહાના ખાન, રાશા થડાની યાદ આવશે, પણ અમે એક નવી જ સ્ટારકિડની વાત કરવા જઈ રહ્યા છે. આ કિડના પિતા બહુ મોટા સ્ટાર નથી, પણ તેની એક ફિલ્મમાં તે વિલન બની ફેમસ થઈ ગયા છે. હવે તેની દીકરી સોશિયલ મીડિયા પર વધારે ફેમસ થઈ રહી છે.

રીતિક રોશન અને પ્રીતિ ઝિંટાની કોઈ મિલ ગયા તમને યાદ હશે તો તમને તેમાં વિલનનો રોલ કરનાર રજત બેદી પણ યાદ હશે. રજત ઈન્ટરનેશનલ ખિલાડીમા પણ વિલનનો રોલ કરી ફેમસ થયો હતો. બહુ ઓછો દેખાતો આ કલાકાર ફરી શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની સિરિઝ બેડ્સ ઓફ બોલીવૂડમાં દેખાઈ રહ્યો છે. આ સિરિઝની લોંચિંગ પાર્ટીમાં તે તેના પરિવાર સાથે જોવા મળ્યો હતો, પણ બધાની નજર તેની દીકરી પર જઈને અટકી ગઈ હતી.

રજત પત્ની મોનાલીસા અને દીકરા વિવાન અને દીકરી વેરા સાથે આવ્યા હતા. રજતનો દીકરો વિવાન પણ પિતાની જેમ હેન્ડસમ દેખાતો હતો, પણ વેરાને જોઈને બધા મોહી ગયા હતા. બ્લેક ક્રોપ, સ્લીવલેસ ટૉપ અને જીન્સમાં મેકઅપ વિના ખુલ્લા સ્ટ્રેટ વાળ લઈને આવેલી વેરાને જોઈ ઘણાને યંગ કરીના કપૂરની યાદ આવી ગઈ હતી. વેરાની આંખો પણ માંજરી છે અને ગટ્ટા જેવા ગાલ અને કરીના જેવો ફેસકટ છે.

બેડ્સ ઓફ બોલીવૂડની વાત કરીએ તો શાહરૂખના દીકરાએ એક્ટિંગની જગ્યાએ ડિરેક્શનની કરિયર પસંદ કરી છે. તેની સિરિઝ નેટફ્લિક્સ પર રન થઈ રહી છે અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બોલીવૂડ કઈ રીતે કામ કરે છે તેની સારી-નરસી બાજુ રમૂજી રીતે બતાવી છે જ્યારે એસઆરકેની દીકરી સુહાના પિતા સાથે ફિલ્મ કિંગમાં દેખાશે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button