સિદ્ધાર્થ અને કિયારાનો આ વીડિયો જોઈ કહો તેના પેડન્ટમાં શું લખ્યું છે

અભિનેત્રી કિયારા અડવાણી અને અભિનેતા પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા માટે આ દિવાળી ખાસ છે કારણ કે પેરેન્ટ્સ બન્યા પછીની આ તેમની પહેલી દિવાળી છે. બન્ને મા-બાપ બન્યા બાદ પહેલીવાર એકસાથે જોવા મળ્યા છે.
કિયારાએ જુલાઈ મહિનામાં બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તે દેખાઈ નથી. પાપારાઝીને તેમણે દીકરીથી પણ દૂર રાખ્યા છે, આથી ફેન્સે કિયારા-સિદ્ધાર્થની દીકરી જોઈ નથી, પણ હવે તેમની દીકરીના નામ મામલે ફેન્સમાં ભારે ઉત્સુકતા છે અને સોશિયલ મીડિયામાં અટકળો ચાલી રહી છે.
આ અટકળ કિયારા-સિદ્ધાર્થના એક વીડિયોને લીધે ઊભી થઈ છે. બન્નેએ દિવાળીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં બન્નેએ યલ્લો આઉટફીટ પહેર્યા છે અને બન્ને ખૂબ સુંદર દેખાય છે. જોકે નેટિઝન્સનું ધ્યાન કિયારાના ગળામાં લટકેલા પેડન્ટ પર ગયું છે. આ પેડન્ટ પર હાના લખ્યું છે. અંગ્રેજીના કેપિટલ લેટર્સમાં લખેલા HANAનો અર્થ નેટિઝન્સે શોધી કાઢ્યો છે. તેમના મતે આ તેમની દીકરનું નામ છે.
જોકે બીજા અમુકને લાગે છે કે ચેઈનમાં પેડન્ટ ઊંધું દેખાય છે. હકીકતમાં તે હાના નહીં પરંતુ મામા MAMA એટલે કે મમ્મા લખ્યું છે. હવે આ મામલે નેટિઝન્સ વચ્ચે જામી છે. તો તમે જ વીડિયો જૂઓ ને નક્કી કરો કે કિયારાના પેડન્ટ પર શું લખ્યું છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ મેડોકની આગામી ફિલ્મ શક્તિશાલિનીમાંથી કિયારા અડવાણીને કાઢી અનીત પડ્ડાને લેવામાં આવી હોવાના સમાચાર આવ્યા હતા. કિયારાને મેકર્સે ના પાડી કે કિયારાએ પોતે ના પાડી તે મામલે કોઈ સ્પષ્ટતા નથી. ત્યારે સિદ્ધાર્થ મેડોકની ફિલ્મ પરમસુંદરીમાં છેલ્લે દેખાયો હતો, પરંતુ ફિલ્મે ખાસ કોઈ કમાલ બતાવી નથી. કિયારાએ માતા બન્યાં પહેલા યશરાજ બેનરની વૉર-2માં કામ કર્યું હતું.
આપણ વાંચો: સોનાક્ષી સિન્હાએ પરિવાર સાથે નવા ઘરમાં મનાવી દિવાળીઃ જુઓ તસવીરો



