મનોરંજન

Pankaj Tripathiએ કેમ પત્ની સામે હાથ જોડવા પડ્યા? તમે જ જોઈ લો વીડિયો…

મિર્ઝાપુર ફેમ એક્ટર પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) પોતાની સિમ્પલિસિટી માટે ખૂબ જ જાણીતા છે. પંકજ ત્રિપાઠી પરફેક્ટ ફેમિલીમેન છે અને તેઓ પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર પંકજ ત્રિપાઠીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પત્નીને હાથ જોડતા જોવા મળી રહ્યા છે. આવો જોઈએ આખરે એવું તે શું થયું કે પંકજ ત્રિપાઠીએ પત્ની સામે હાથ જોડવા પડ્યા-

આ પણ વાંચો: Mirzapur Review ****પંકજ ત્રિપાઠીની ગેરહાજરીમાં કેવો રહ્યો ગુડ્ડુભૈયાનો કહેર?

વાત જાણે એમ છે કે શનિવારે પંકજ ત્રિપાઠીની 21મી વર્ષગાંઠ હતી અને તેમણે પત્ની સાથે આ સ્પેશિયલ ડેની શાનદાન ઉજવણી કરી હતી. આ દરમિયાન પરિવારના નજીકના લોકો અને ખાસ મિત્રો હાજર રહ્યા હતા. પંકજ ત્રિપાઠીની પત્ની મૃદુલાએ પણ આ ખાસ પળની એક ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે.

મૃદુલાએ શેર કરેલાં વીડિયોમાં પંકજ ત્રિપાઠી કંઈક એવું કરતાં જોવા મળ્યા હતા કે લોકોએ તેમના પરથી નજર હટાવી શક્યા નહોતા. આ વીડિયોમાં પંકજ ત્રિપાઠી ક્રિમ કલરનો કુર્તો પહેર્યો છે જ્યારે મૃદુલાએ યેલો સૂટ પહેર્યો છે. પંકજ ત્રિપાઠીએ પત્નીને વીંટી પહેરાવીને પોતાનો પ્રેમનો ઈઝહાર કર્યો હતો ત્યાર બાદ હાથ જોડીને તેઓ તેમની સામે ઝૂકી જાય છે. બંને જણ એકબીજાને ગળે મળે છે. આ જોઈને ત્યાં હાજર મહેમાનો તાળીઓ પાડીને તેમને વધાવી લે છે. મૃદુલા પણ ખૂબ જ ઉત્સાહિત અને ખુશ દેખાઈ રહ્યા હતા. આ સમયે કપલની દીકરી આશી ત્રિપાઠી પણ હાજર હતી.

આ પણ વાંચો: પંકજ ત્રિપાઠીના ‘હું મૂર્ખ નથી’ વીડિયો શેર કરીને AAP ફસાઈ, જાણો શું છે મામલો

આ વીડિયોની કેપ્શનમાં લખ્યું છે કે દુનિયાભરના નકારાત્મક સમાચાર વાંચીને જ્યારે લવ સ્ટોરી પરથી વિશ્વાસ ઉઠી જાય છે, ત્યારે આ બંને પર નજર પડે છે અને ફરી પ્રેમ પર વિશ્વાસ થાય છે. પ્રેમ એ આશાનું બીજું નામ છે જેને પંકજ ત્રિપાઠી અને મૃદુલા ત્રિપાઠીએ ધીરે ધીરે વાવ્યું અને સિંચ્યું છે.

આ વીડિયો જોઈને નેટિઝન્સ પણ કપલના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. વાત કરીએ પંકજ ત્રિપાઠીના વર્ક ફ્રન્ટની તો છેલ્લે પંકજ ત્રિપાઠી સ્ત્રી-ટુમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું એવું કલેક્શન કર્યું હતું અને પંકજ ત્રિપાઠીના રોલને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. હવે પંકજ ત્રિપાઠી મેટ્રો ઈન દિનોમાં જોવા મળશે, જેમાં નિર્દેશન અનુરાગ બસુ કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button