ઓહો! આ મલાઈકા છે? ટ્રેડિશનલ લૂકમાં અભિનેત્રીનો વીડિયો થયો વાયરલ

મોટે ભાગે વેસ્ટર્ન આઉટફીટમાં દેખાતી, રિવિલિંગ કપડા પહેરવામાં જરા પણ ન ખચખાતી ફેશન આઈકન મલાઈકા અરોરાને લાલચટ્ટક ઘાઘરાચોલીમાં જોઈ તમને પણ આંચકો લાગે કે નહીં. આવો જ આંચકો પાપારાઝી અને એરપોર્ટ સ્ટાફને પણ લાગ્યો હતો ત્યારે મલાઈકા કારમાંથી ઉતરી હતી.
લાલ રંગના શરારા સ્ટાઈલ ડ્રેસ સાથે મલાઈકાએ ગળામાં ડાયમડ્સનો હાર પહેર્યો હતો અને કાનના ઝુમકા સ્કીપ કર્યા હતા. હાથમાં ટ્રેડિશનલ પાઉચ હતું અને બાળને બાંધી અંબોડો વાળ્યો હતો અને તેમાં વેણી પણ નાખી હતી. નનાકડી બિંદી અને મિનિમલ મેક અપ સાથે અભિનેત્રી એકદમ ભારતીય લાગતી હતી અને નવરાત્રી નિમિત્તે પ્રવાસ કરી રહી હોય તેમ જણાતું હતું.
નવરાત્રી દરમિયાન મોટા ગ્રુ્પ્સ લાખો આપી સેલિબ્રિટીસને ઈનવાઈટ કરતા હોય છે.
મલાઈકા મોડલ-કમ એક્ટર છે અને રિયાલિટી શૉમાં જજ તરીકે પણ ઘણી ચાહના મેળવી ચૂકી છે. ફિટનેસ ફ્રિક કહેવાની અભિનેત્રી બોની કપૂરના દીકરા અર્જન કપૂર સાથે લાંબી રિલેશનશિપમાં હતી, પરંતુ થોડા સમય પહેલા બન્નેએ બ્રક અપ થયાનું જાહેર કર્યું છે. જોકે ત્યારબાદ બન્ને મળતા દેખાયા છે. એક સમયે સલીમ ખાનની બહુ રહી ચૂકેલી મલાઈકાને એક દીકરો છે અને બન્ને સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે.
આપણ વાંચો: ‘અમર સિંહ ચમકીલા’ એમી એવોર્ડ માટે નોમિનેટ: દિલજીત દોસાંજને મળ્યું ‘બેસ્ટ એક્ટર’ નોમિનેશન