આશિકી ગર્લને જોઈને ચોંકી ગયા ફેન્સઃ પણ ચહેરો નહીં તેણે કરેલા સ્ટ્રગલને જોશો તો…

હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક 90ના દાયકાનું ગીત ફેમસ થઈ રહ્યું છે. દરેક પોતપોતાની રીતે પોતાના અવાજ અને અંદાજમાં આ ગીત ગાઈ રહ્યા છે અથવા તો તેના પર એક્ટ કરી રહ્યા છે. આ ગીત છે બેતાબી ક્યા હોતી હૈ પૂછો મેરે દિલસે, નઝર કે સામને જિગર કે પાસ…આ ગીત જેના પર ફિલ્માવાયું છે તે આશિકીગર્લ અન્નુ અગ્રવાલની આપણે વાત કરી રહ્યા છે.
90ના દસકમાં આવેલી મહેશ ભટ્ટની આશિકીમાં દેખાયેલી આ અભિનેત્રી એક ફિલ્મથી એટલી છવાઈ ગઈ હતી કે ન પૂછો વાત. દસ હીટ ફિલ્મો આપીને હીરોઈનોને જે સ્ટારડમ ન હતું મળતું તે અન્નુને માત્ર એક ફિલ્મથી મળ્યું હતું.
આપણ વાંચો: મનુ ભાકર – ડી ગુકેશ સહિત ચાર રમતવીરને ખેલ રત્ન એવોર્ડથી સન્માનવામાં આવ્યા
જોકે અન્નુ અગ્રવાલને આ સ્ટારડમ માફક ન આવ્યું. એક તો તે આધ્યાત્મિક થઈ ગઈ અને 1996માં તેનો ખૂબ જ ગંભીર એવો અક્સમાત થયો. અન્નુ એક મહિના માટે કોમામાં રહી. ચહેરા પર લકવો મારી ગયો, યાદદાસ્ત પર અસર થઈ.
લગભગ ત્રણેક વર્ષ થયા બાદ અભિનેત્રી સામાન્ય થઈ. જોકે હારી નહીં. શરીર સાથે મનના દુઃખમાંથી બહાર નીકળવાનું હતું. તેણે યોગનો સહારો લીધો અને હાલમાં તે ઝૂંપડપટ્ટીના બાળકોને યોગ શિખવાડે છે.

જોકે અન્નુનો ચહેરો ખૂબ જ શુષ્ક અને થાકેલો લાગે છે. આશિકીગર્લ ભલે પહેલેથી શામળી હતી, પણ શોભતી હતી, પરંતુ હવે અન્નુ એટલી અલગ દેખાય છે કે તાજેતરમાં તે મુંબઈ ખાતે દેખાઈ હતી, પરંતુ તેને ઓળખવાનું અઘરું બની ગયુ હતું.
કાજોલ અને રાની મુખરજીનાં દુર્ગાપૂજા પંડાલમાં અભિનેત્રી આવી હતી. લાલચટ્ટક સાડીમાં અન્નુ આવી હતી, પરંતુ ઓળકવાનું મુશ્કેલ બને તે હદે તેનો ચહેરો ઝાંખો પડી ગયો હતો. જોકે નેટીઝન્સ તેને જોઈને સ્તબ્ધ થયા હતા, પરંતુ દરેકે તેને કહેલા સંઘર્ષને પ્રેરણાદાયક ગણાવ્યો હતો.