મનોરંજન

Aishwarya Rai Bachchan અને Amitabh Bachchanનો એ વાઈરલ વીડિયો જોયો કે? એક વખતે જોશો તો…

બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) છેલ્લાં કેટલાય સમયથી બચ્ચન પરિવાર (Bachchan Family) સાથેના વિખવાદને કારણે ચર્ચામાં રહે છે. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચે આવી ગયેલા ડિસ્ટન્સને લઈને પણ જાત જાતની વાતો સામે આવી રહી હતી, પરંતુ નવા વર્ષે બંને જણ સાથે જોવા મળતાં આખરે બંને વચ્ચે બધુ બરાબર હોવાની વાત જાણવા મળી હતી. દરમિયાન હવે સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ઐશ્વર્યાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ વિચારતા થઈ જશો કે આખરે આ બધું ચાલી શું રહ્યું છે-

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં ઐશ્વર્યા રાય-બચ્ચન અને અમિતાભ બચ્ચન બંને સાથે જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ઐશ્વર્યાએ કંઈક એવું કર્યું હતું કે જે જોઈને એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે સાસુ-વહુના સંબંધોમાં ભલે ખટપટ હોય પણ સસરા-વહુના સંબંધ ખૂબ જ સારા છે.

આ પણ વાંચો…અમિતાભ બચ્ચનથી લઈને કંગના રનૌત સુધી આ ફિલ્મ સ્ટાર્સે પાઠવી મકરસંક્રાંતિની શુભેચ્છા

આ વીડિયોમાં ઐશ્વર્યા, અભિષેક અને અમિતાભ બચ્ચન ત્રણે જણ સાથે કારમાંથી બહાર આવી રહ્યા હતા. આરાધ્યાના એન્યુલ ફંક્શન સમયના આ વીડિયોમાં જોવા મળે છે કે જેવા બિગ બી કારમાંથી ઉતરીને આગળ વધે છે એટલે ઐશ્વર્યા તરત જ આગળ આવીને તેમનો હાથ પકડીને લઈ જાય છે.

આ વીડિયો સોશિયસલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. નેટિઝન્સ આ વીડિયો જોઈને એવી ટિપ્પણી પણ આવી રહ્યા છે કે બચ્ચન પરિવાર આ વીડિયોમાં કેટલો ખુશ દેખાઈ રહ્યો છે. આવો સારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે એ ખૂબ જ સારી વાત છે. વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર crazy4bolly નામની આઈડી પર શેર કરવામાં આવ્યો છે.

એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે એવું બની શકે કે તેમને એક સાથે દેખાવા માટે દબાણ કરવામાં આવ્યું, ક્યારેય વિચાર્યું છે આ વિશે? બીજા એક યુઝરે લખ્યું હતું કે દાદી જયા નથી આવ્યા? આને સાચું પાલન પોષણ કહેવાય. ત્રીજા એક યુઝરે લખ્યું કે બધાને સાથે જોઈને ખરેખર ખૂબ જ ખુશી થઈ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે, તમે પણ ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો-

View this post on Instagram

A post shared by Crazy 4 Bollywood (@crazy4bolly)

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષથી ઐશ્વર્યા અને અભિષેકના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હોવાના અને બંને ડિવોર્સ લઈ રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ કપલ દ્વારા કે બચ્ચન પરિવાર દ્વારા આ બાબતે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button